'100 કરોડના 1100 કરોડ કેવી રીતે થયા', સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી પર EDને પૂછ્યો સવાલ
દિલ્હી લીકર પોલિસી સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ

દિલ્હી લીકર પોલિસી સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટે EDને કેટલાક સવાલ પૂછ્યા હતા. કોર્ટે પૂછ્યુ કે કેજરીવાલની ધરપકડ કરવામાં બે વર્ષ કેમ લાગ્યા.
સુપ્રીમ કોર્ટે EDની તપાસમાં કરવામાં આવેલા સમય પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે તેને વસ્તુ સામે લાવવામાં બે વર્ષ કેમ લાગ્યા. બીજી તરફ કેન્દ્રીય તપાસ એજન્સી તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે જણાવ્યું કે ઇલેક્ટ્રોનિક પુરાવા નષ્ટ કરવા અને 100 કરોડ રૂપિયાને હવાલા દ્વારા મોકલવાનો આરોપ છે.
કેવી રીતે રકમ વધી ગઇ?
તપાસ એજન્સીની દલીલ પર જજોએ કહ્યું કે 100 કરોડ પ્રોસિડ્સ ઓફ ક્રાઇમ છે પરંતુ કૌભાંડને 1100 કરોડ બતાવવામાં આવી રહ્યું છે. આટલું કેવી રીતે વધી ગયું. બીજી તરફ EDએ કોર્ટમાં કેજરીવાલની અરજીનો વિરોધ કરતા જણાવ્યું કે તેમનું નામ તપાસ દરમિયાન સામે આવ્યું હતું.
EDએ શું દલીલ કરી?
EDએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તપાસની શરૂઆતમાં કેન્દ્રમાં કેજરીવાલ નહતા. તપાસના ક્રમમાં તેમનું નામ સામે આવ્યું હતું. આ કહેવું ખોટું છે કે અમે કેજરીવાલને નિશાન બનાવવા માટે સાક્ષીઓને વિશેષ તેમના વિશે સવાલ પૂછ્યા હતા. સાક્ષી તરફથી મેજિસ્ટ્રેટ સામે આપવામાં આવેલા કલમ 164ના નિવેદનને જોઇ શકાય છે.
PMLA સેક્શન 19નું સારી રીતે પાલન થયું?
EDની દલીલ પર જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું કે તમે તમામ પહેલુઓને નોંધતા કેસ ડાયરી બનાવીને રાખી હશે અને તેને અમે જોવા માંગીશું. જજોએ કહ્યું કે અમારી પાસે લિમિટેડ સવાલ છે. તે આ કે શું ધરપકડમાં PMLA સેક્શન 19નું યોગ્ય રીતે પાલન થયું, પરંતુ પ્રથમ ધરપકડ બાદ કેજરીવાલની ધરપકડ કરવામાં 2 વર્ષનો સમય લાગવો યોગ્ય નથી લાગતું.








