VIDEO: ચંદીગઢમાં ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાતા વાતાવરણમાં અચાનક પલટો ..
સોર્સ : GSTV
ચંદીગઢમાં ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી આકરી ગરમી અને હીટવેવથી લોકોને મોટી રાહત મળી છે. જોકે, વરસાદ અને પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે.આ સાથે જ વીજ પુરવઠો ખોરવાતા વ્યાપક પાવર કટની સ્થિતિ સર્જાઈ છે. પ્રશાસન દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી શરૂ કરવામાં આવી છે.

