દુશ્મનોના હાંજા ગગડાવતી બેલેસ્ટિક મિસાઈલ Agni 4નું સફળ પરીક્ષણ, જોઈ લો તેની ખાસિયતો
ભારતે અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને વધુ એક સફળતા મેળવી છે. ડીઆરડીઓને આ સફળત

ભારતે અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને વધુ એક સફળતા મેળવી છે. ડીઆરડીઓને આ સફળતા મળ્યા બાદ દેશની તાકાતમાં વધુ વધારો થયો છે. ભારતે શુક્રવારે ઓડિશાના કિનારે ચાંદીપુર ટેસ્ટ રેન્જથી મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ટેકનિકલ માપદંડોના આધારે આ મિસાઈલ પ્રક્ષેપણ સંપૂર્ણ રીતે સફળ રહ્યું હતું.
અગ્નિ સિરીઝ ચોથી મિસાઈલ
અગ્નિ-4 ભારતની અગ્નિ સિરીઝની ચોથી મિસાઈલ છે. આ ખૂબ જ ખતરનાક બેલેસ્ટિક મિસાઈલ છે. આ મિસાઈલની સૌથી મોટી વિશેષતા એ છે કે, તે વિશ્વની અન્ય રેન્જની મિસાઈલો કરતાં ઘણી હળવી છે. તેનું વજન 17 હજાર કિલો છે. આ મિસાઈલ ડીઆરડીઓ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે વિકસાવાઈ છે.
મિસાઈલની ખાસિયત
- અગ્નિ-4 મિસાઈલ વિશ્વની આ રેન્જની મિસાઇલોની સરખામણીમાં એકદમ હલકી છે.
- વજન લગભગ 17000 કિલોગ્રામ
- લંબાઈ લગભગ 66 ફૂટ
- રેન્જ 4000 કિલોમીટરથી વધુ
- આ મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ છે
- મિસાઈલમાં પરમાણુ શસ્ત્રોને સરળતાથી લઈ જઈ જવાની ક્ષમતા
- મિસાઈલમાં તમામ પ્રકારના હથિયારોની લઈ જવાની ક્ષમતા
- મિસાઈલની રેન્જ 4000 કિલોમીટરથી વધુ
ભારત માટે આ મિસાઈલનું સફળ પરીક્ષણ ખૂબ જ ખાસ છે. તેની વિશેષ ખાસિયત તેની 4000 કિલોમીટરથી વધુની રેન્જ છે અને પાકિસ્તાન અને ચીન બંને તેની રેન્જમાં આવી શકે છે. આ સિવાય તે પરમાણુ હથિયારો લઈ જવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. આવી સ્થિતિમાં તે ભારતના સંરક્ષણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિસાઈલની બીજી વિશેષતા એ છે કે તે 900 કિલોમીટરની ઉંચાઈ સુધી સીધી ઉડી શકે છે. તે 100 મીટર દૂરના ટાર્ગેટને સરળતાથી ઓળખી શકે છે. તે 100 મીટરની ત્રિજ્યામાં આવતા કોઈપણ લક્ષ્યને સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે.






