Video: સંગરૂરમાં ૨૫૩ શિક્ષકોનો ઉગ્ર વિરોધ

સોર્સ: gstv

પંજાબના સંગરૂર જિલ્લામાં ૪૧૬૧ માસ્ટર કેડર ભરતી હેઠળ નિયુક્ત થયેલા ૨૫૩ શિક્ષકોએ નોકરીમાંથી બરતરફ કરવાના આદેશો સામે ઉગ્ર આંદોલન છેડ્યું છે. પોતાની માંગણીઓ સાથે મુખ્યમંત્રી ભગવંત માનના નિવાસસ્થાનનો ઘેરાવ કરવા કૂચ કરી રહેલા આ શિક્ષકોને પોલીસે બેરિકેડિંગ લગાવી રોકવાનો પ્રયાસ કરતા બંને પક્ષો વચ્ચે ભારે ધક્કામુક્કી અને ઘર્ષણ સર્જાયું હતું. શિક્ષકોએ વિભાગીય ભૂલો માટે તેમને બલિનો બકરો ન બનાવવા અને બરતરફીની નોટિસ તાત્કાલિક પાછી ખેંચવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત