Video: ભારત સમિટમાં વિદેશી પ્રતિનિધિઓના નિવેદનો સામે કડક વિરોધ

સોર્સ: gstv

તેલંગાણા ભાજપ પ્રમુખ એન. રામચંદર રાવે હૈદરાબાદમાં આયોજિત ભારત સમિટ દરમિયાન વિદેશી રાજકીય પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ સામે ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ માં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. રાવે આક્ષેપ કર્યો હતો કે વિદેશી મહેમાનોએ ભારતની આંતરિક બાબતો અને લોકશાહી સંસ્થાઓ વિરુદ્ધ ટિપ્પણી કરીને વિઝા નિયમોનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે. તેમણે વિદેશી પ્રતિનિધિઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા અને તેમના વિઝા રદ કરવાની માંગ ઉઠાવી છે. આ ઘટનાને પગલે તેલંગાણાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને ભાજપે રાજ્ય સરકાર પર પણ આ સમિટના આયોજન મુદ્દે આકરા પ્રહારો કર્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત