Video: પટનામાં ત્રણ કિશોર લાપતા

સોર્સ: gstv

બિહારના પટનામાં છઠ્ઠ પૂજાની તૈયારીઓ દરમિયાન દુર્ઘટનાની ઘટના સામે આવી છે. મિર્ઝાપુર ગામમાં પુનપુન નદીના ઘાટની સફાઈ અને તૈયારી કરી રહેલા ત્રણ કિશોરો નદીમાં ડૂબ્યા બાદ લાપતા થયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ત્રણેય કિશોરોની શોધખોળ માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. છઠ્ઠ પૂજાની તૈયારીઓ વચ્ચે બનેલી આ ઘટનાથી ગામમાં શોકની લાગણી ફેલાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત