Video: 'મારા તમામ આરોપોના પુરાવા મારા ફોનમાં છે, જેને PM મોદી ટેપ કરાવી રહ્યા છે': રાહુલ ગાંધી

સોર્સ: gstv

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપો લગાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમનો ફોન ટેપ કરવામાં આવી રહ્યો છે અને તેમણે વડાપ્રધાનને આમને-સામને (વન-ઓન-વન) ચર્ચા કરવાનો ખુલ્લો પડકાર ફેંક્યો છે.

ફોન ટેપિંગ અને પુરાવા અંગે રાહુલ ગાંધીનો દાવો

જાહેરાત

પોતાના નિવેદનમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, "મારા તમામ આરોપોના પુરાવા મારા ફોનમાં છે, જેને વડાપ્રધાન ટેપ કરાવી રહ્યા છે." તેમણે વધુમાં દાવો કર્યો હતો કે તેમના ફોનમાં એવી ઘણી મહત્વપૂર્ણ જાણકારીઓ અને પુરાવાઓ મોજૂદ છે જેનાથી ઘણી બાબતો સ્પષ્ટ થઈ શકે છે.

વડાપ્રધાનને વન-ઓન-વન ચર્ચાનો પડકાર

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધી ચર્ચા માટે આહ્વાન કરતા કહ્યું કે, "વન-ઓન-વન ચર્ચાથી એ સાબિત થઈ જશે કે વિદેશી તાકાતોના ઈશારે કોણ કામ કરી રહ્યું છે, દેશવિરોધી કોણ છે અને ક્યારથી દેશવિરોધી ગતિવિધિઓમાં સામેલ છે." તેમના આ નિવેદન બાદ દેશના રાજકારણમાં ફરી એકવાર ફોન ટેપિંગ અને જાસૂસીના મુદ્દે ચર્ચાઓ તેજ બની છે.

'મારા તમામ આરોપોના પુરાવા મારા ફોનમાં છે, જેને PM ટેપ કરાવી રહ્યા છે': રાહુલ ગાંધી

ઈન્સ્ટાગ્રામ સેશન દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેમની પાસે અનેક મહત્વપૂર્ણ જાણકારીઓ અને પુરાવા છે. તેમણે આ મુદ્દે સીધો વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા તમામ આરોપોના પુરાવા મારા ફોનમાં છે, જેને વડાપ્રધાન ટેપ કરાવી રહ્યા છે. વન-ઓન-વન ચર્ચાથી એ સાબિત થઈ જશે કે વિદેશી તાકાતોના ઈશારે કોણ કામ કરી રહ્યું છે, દેશ વિરોધી કોણ છે અને ક્યારથી દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. આવી બીજી ઘણી જાણકારીઓ પણ છે, જે મને ખબર છે અને મારા ફોનમાં છે.

સંસદમાં માઈક બંધ કરવાનો આરોપ

ઈન્સ્ટાગ્રામ પર એક યુઝરે રાહુલ ગાંધીને સવાલ પૂછ્યો હતો કે જ્યારે ભાજપ સંસદમાં ચર્ચા કરવા માટે તૈયાર છે, ત્યારે તેઓ જાહેર ડિબેટ પર કેમ ભાર મૂકી રહ્યા છે? આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે લોકસભામાં તેમને બોલવા દેવામાં આવતા નથી અને તેમનું માઈક બંધ કરી દેવામાં આવે છે.

'ગૌતમ અદાણી કે મોહન ભાગવતને જજ બનાવો, તો પણ મને કોઈ વાંધો નથી'

રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે તેઓ લાંબા ભાષણોવાળી ચર્ચા નથી ઈચ્છતા, પરંતુ એક એવી સીધી વાતચીત ઈચ્છે છે, જેમાં બંને નેતાઓ એકબીજા પર સીધા આરોપ લગાવી શકે. તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે વડાપ્રધાન મોદી એક તરફ બેસે અને તેઓ બીજી તરફ, અને બંને વચ્ચે સીધા સવાલ-જવાબ થાય. જો આ ચર્ચા માટે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અથવા RSS પ્રમુખ મોહન ભાગવત ને જજ બનાવવામાં આવે, તો પણ તેમને કોઈ વાંધો રહેશે નહીં.

આ સમાચાર શેર કરો

જાહેરાત