મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઉત્તર પ્રદેશમાં ભાજપની હાર બાદ રાજીનામાનો રાઉન્ડ શરૂ! પ્રદેશ પ્રમુખે ઓફર કર્યું રાજીનામુ

ઉત્તર પ્રદેશમાં ભાજપની હાર બાદ રાજકીય ઉથલપાથલ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.

ઉત્તર પ્રદેશમાં ભાજપની હાર બાદ રાજીનામાનો રાઉન્ડ શરૂ! પ્રદેશ પ્રમુખે ઓફર કર્યું રાજીનામુ

ઉત્તર પ્રદેશમાં ભાજપની હાર બાદ રાજકીય ઉથલપાથલ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ હાર બાદ દિલ્હીથી લખનૌ સુધી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણી પરિણામ 2024માં હાર બાદ ભાજપમાં હલચલ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. રાજ્યમાં હાર બાદ ભાજપમાં મંથનનો સમયગાળો શરૂ થયો છે. ચૂંટણી હાર બાદ તમામ મોટા નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. દિલ્હીમાં યુપીને લઈને મોટી બેઠક થવાના સંકેત છે. આ પહેલા રાજીનામાનો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે.

ઉત્તર પ્રદેશમાં ભાજપના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ પાર્ટી હાઈકમાન્ડને રાજીનામું આપી દીધું છે. જો કે સૂત્રોનું માનીએ તો તેમનું રાજીનામું હજુ સુધી સ્વીકારવામાં આવ્યું નથી. બીજી તરફ ભૂપેન્દ્ર ચૌધરીએ રાજ્યમાં હારનો રિપોર્ટ તૈયાર કર્યો છે. સૂત્રોનું માનીએ તો તેઓ ટૂંક સમયમાં આ રિપોર્ટ હાઈકમાન્ડને સુપરત કરશે.

આ સમાચાર શેર કરો