UP ચૂંટણી પહેલા મોદી - યોગી વચ્ચે ખાસ બેઠક, ચૂંટણીની તૈયારી માટે પક્ષની રણનીતિ

સોર્સ : gstv
ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હી આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રહેઠાણે મળવા ગયા હતા. આ મુલાકાત ખૂબ મહત્વની ગણાય છે. મોદીને મળ્યા પછી બીજા દિવસે યોગી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીનને પણ મળ્યા હતા
મોદી અને યોગીની મુલાકાતને આવી રહેલી ચૂંટણીની તૈયારી માટે પક્ષની રણનીતિ
રાજકીય વર્તુળોમાં મોદી અને યોગીની મુલાકાતને આવી રહેલી ચૂંટણીની તૈયારી માટે પક્ષની રણનીતિ બનાવવાના સંદર્ભમાં જોવાય છે. યોગી - મોદી વચ્ચેની મુલાકાતમાં ઉત્તર પ્રદેશમાં કઈ કઈ જનકલ્યાણકારી યોજનાઓ જાહેર કરવી તેમજ ઠાકુર, બ્રાહ્મણ અને યાદવ મતો પોતાની તરફ કરવા શું કરવું એ વિશે વાત થઈ હોવાનું કહેવાય છે. ઉત્તર પ્રદેશ ભાજપના કેટલાક નેતાઓના અસંતોષને કઈ રીતે ઠંડો પાડવો એની ચર્ચા પણ બંને વચ્ચે થઈ હતી.

