વિજયની જીત બાદ પુત્ર જેસને પિતાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યા? જાણો શું છે સત્ય

તમિલનાડુ ચૂંટણીમાં વિજયની શાનદાર જીત બાદ સોશિયલ મીડિયા (Social Media) પર એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. વાયરલ થઈ રહેલા દાવા મુજબ, વિજયના પુત્ર જેસન સંજયે તેના પિતાને ઇન્સ્ટાગ્રામ (Instagram) પર અનફોલો (Unfollow) કરી દીધા છે. જોકે, આ અંગે ઈન્ટરનેટ પર યુઝર્સના બે અલગ-અલગ મત જોવા મળી રહ્યા છે.
શું છે વાયરલ દવાનું સત્ય?
-
ફોલો લિસ્ટની વિગત: જેસન સંજયનું એકાઉન્ટ હાલમાં 38 લોકોને ફોલો કરી રહ્યું છે, જેમાં વિજય સેતુપતિ અને અન્ય કલાકારો સામેલ છે, પરંતુ તેમાં વિજયનું નામ નથી.
-
યુઝર્સનો દાવો: કેટલાક યુઝર્સનું કહેવું છે કે જેસને હાલમાં જ પિતાને અનફોલો કર્યા છે, જ્યારે ઘણા લોકોનું માનવું છે કે જેસને વિજયને ક્યારેય ફોલો (Follow) કર્યા જ નહોતા.
-
વિજયનું એકાઉન્ટ: બીજી તરફ વિજયનું સત્તાવાર એકાઉન્ટ કોઈને પણ ફોલો કરતું નથી.
પરિવારમાં વિવાદની ચર્ચાઓ ક્યારે શરૂ થઈ? આ વિવાદની શરૂઆત 27 ફેબ્રુઆરીએ થઈ હતી, જ્યારે વિજયની પત્ની સંગીતાએ ચેંગલપટ્ટુ જિલ્લા અદાલતમાં છૂટાછેડાની અરજી (Divorce Petition) દાખલ કરી હતી. સંગીતાએ વિજય પર માનસિક પ્રતાડના (Mental Torture) અને લગ્નેતર સંબંધો જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે વિજય વર્ષ 2021 થી તેમની સાથે ભાવનાત્મક રીતે કપાયેલા છે.
તૃષા કૃષ્ણન સાથેની નિકટતા: ચૂંટણી પરિણામોના દિવસે તમિલ અભિનેત્રી તૃષા કૃષ્ણન (Trisha Krishnan) વિજયના ઘરે તેમને મળવા પહોંચી હતી, જેની પણ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. નોંધનીય છે કે પરિણામના દિવસે જ તૃષાનો જન્મદિવસ (Birthday) પણ હતો, જેને ચાહકો 'ડબલ સેલિબ્રેશન' તરીકે જોઈ રહ્યા છે.
આમ, જેસને પિતાને અનફોલો કર્યા છે કે તે ક્યારેય તેમને ફોલો કરતો નહોતો તે બાબતે હજુ પણ રહસ્ય બનેલું છે, પરંતુ વિજયના અંગત જીવનના વિવાદોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

