મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મોદી સરકારના આ મંત્રીઓ હાર્યા, સ્મૃતિ ઈરાની તો 1.60 લાખ કરતા વધુ મતથી પરાજય

લોકસભા ચૂંટણી-2024ના પરિણામો આવી ગયા છે. અત્યાર સુધીના વલણો ભાજપને ભારે નુકસાન અને 'ઈન્ડિયા' એલાયન્સ માટે નફો દર્શાવે છે. આંકડ

મોદી સરકારના આ મંત્રીઓ હાર્યા, સ્મૃતિ ઈરાની તો 1.60 લાખ કરતા વધુ મતથી પરાજય

લોકસભા ચૂંટણી-2024ના પરિણામો આવી ગયા છે. અત્યાર સુધીના વલણો ભાજપને ભારે નુકસાન અને 'ઈન્ડિયા' એલાયન્સ માટે નફો દર્શાવે છે. આંકડાઓ અનુસાર એનડીએ ગઠબંધન ભલે બહુમતનો આંકડો પાર કરી ગયો હોય, પરંતુ ભાજપ પોતાના દમ પર બહુમતીથી દૂર જણાઈ રહ્યું છે. ભાજપના ઘણા મોટા નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ પણ હારતા દેખાઈ રહ્યા છે. આમાં કેટલાક કેબિનેટ મંત્રીઓ પણ સામેલ છે. મોદી સરકારના એવા ઘણા મંત્રીઓને લોકસભા ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે કે, જેઓ પોતાની ખુરશી પણ બચાવી શક્યા નથી. કેટલાક નેતાઓએ મોટા માર્જિનથી હારનો સામનો કરી રહ્યા છે.

સ્મૃતિ ઈરાની: લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો પરાજય થયો છે. ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર, કિશોરી લાલ શર્માને 468141 મત મળ્યા છે. જ્યારે બીજેપીની સ્મૃતિ ઈરાનીને 328691 વોટ મળ્યા હતા. તે હાલમાં 139450 મતોથી પાછળ છે.

અર્જુન મુંડા: ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા પણ લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરી રહ્યા છે. ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર અર્જુન મુંડા 1 લાખથી વધુ મતોથી પાછળ છે. કોંગ્રેસના ઉમેદવાર અને ઝારખંડના સૌથી પ્રભાવશાળી આદિવાસી નેતાઓમાંના એક મુચિરાઈ મુંડાના પુત્ર કાલી ચરણ મુંડાને 463219 મત મળ્યા છે. જ્યારે ભાજપના અર્જુન મુંડાને 334878 વોટ મળ્યા હતા. હાલમાં અર્જુન મુંડા કુલ 128341 મતોથી પાછળ છે.

રાજીવ ચંદ્રશેખર: કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા રાજીવ ચંદ્રશેખરને પણ હારનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપે તેમને કેરળની તિરુવનંતપુરમ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. અહીં તેમનો સામનો કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂર સાથે થયો હતો. અત્યાર સુધીના વલણો મુજબ કોંગ્રેસના શશિ થરૂર ચોથી વખત અહીંથી જીતતા હોય તેવું લાગી રહ્યું છે. થરૂરને કુલ 353679 વોટ મળ્યા, જ્યારે બીજેપીના રાજીવ ચંદ્રશેખરને 337920 વોટ મળ્યા છે. હાલમાં ચંદ્રશેખર 15759 મતોથી પાછળ છે.

કૈલાશ ચૌધરી: મોદી સરકારના મંત્રી કૈલાશ ચૌધરીને પણ રાજસ્થાનના બાડમેરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ઉમ્મેદરામ બેનીવાલથી હાર્યા છે. કોંગ્રેસના ઉમેદવારને 697447 મત મળ્યા છે. બીજા ક્રમે અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર સિંહ ભાટીને કુલ 575927 વોટ મળ્યા છે. કેન્દ્રીય મંત્રી ઉમેદરામ બેનીવાલ કુલ 284077 મત મેળવીને ત્રીજા ક્રમે રહ્યા. તેઓ 413370 મતોથી પાછળ રહ્યા.

આ સમાચાર શેર કરો