Video: મુંબઈમાં ઝવેરી બજારમાં ખરીદીનો માહોલ

સોર્સ: gstv

મહારાષ્ટ્રના મુંબઈમાં ધનતેરસના પર્વને લઈને ઝવેરી બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. ઝવેરી બજાર સ્થિત સંઘવી ધનરૂપજી દેવાજી એન્ડ કંપનીમાં ઘરેણાંની ખરીદી માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. ધનતેરસના શુભ અવસરે સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરવા ગ્રાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દુકાનમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. તહેવારને લઈને ઝવેરી બજારમાં વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધનતેરસ નિમિત્તે બજારમાં રોનક છવાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત