Video: આસમના ગુવાહાટીમાં હચમચાવી દે તેવી ઘટના

આ દર્દનાક ઘટના સોમવારે રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે જીએસ રોડ પર આવેલા વ્યસ્ત કોમર્શિયલ વિસ્તાર લક્ષિત નગરની હોટેલ વિલાસ ઇનમાં બની હતી. ગોળીબારના અવાજથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયરિંગની આ ઘટનામાં હોટેલના કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. રેસ્ટોરન્ટની અંદર 4 લોકોના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે અન્ય 2 લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગુવાહાટીના પોલીસ કમિશનર પાર્થ સારથી મહંત સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને અજ્ઞાત હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે તણાવનો માહોલ છે અને પોલીસ દ્વારા હુમલાખોરોને ઝડપી પાડવા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.






