બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ ભારત પહોંચ્યા શેખ હસીના; હિંડનના સેફ હાઉસમાં રાત્રિરોકાણ
પાડોશી દેશ બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યું છે. શેખ હસીનાએ બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધુ છે. બાંગ્લાદેશમાં પ

પાડોશી દેશ બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યું છે. શેખ હસીનાએ બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધુ છે. બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન કાર્યાલય પર કબ્જો કરી લીધો છે. આ સમાચાર વચ્ચે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઇકમિશનની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. શેખ હસીના હિંડન એરબેઝ પર ઉતર્યા છે. જ્યા વાયુસેનાના અધિકારીઓએ રિસીવ કર્યા છે.
શેખ હસીનાએ હિંડન સેફ હાઉસમાં રાત્રિભોજન કર્યું
શેખ હસીના હજુ પણ હિંડનમાં સેફ હાઉસમાં છે. તેમણે અહીં રાત્રિભોજન કર્યું. આગળની ફ્લાઇટ વગેરે માટે તેમનું શું આયોજન છે, તે હજુ નક્કી થયું નથી. તે અહીં થોડા વધુ કલાકો રહી શકે છે. સૂત્રોને ટાંકીને આ માહિતી સામે આવી છે.
પીએમ હાઉસમાં મોટી બેઠક: અમિત શાહ, રાજનાથ સિંહ અને અજીત ડોભાલ હાજર
બાંગ્લાદેશ હિંસા વચ્ચે પીએમ હાઉસમાં એક મોટી બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને NSA અજીત ડોભાલ હાજર હોવાનું સામે આવ્યું છે. આ બેઠકમાં શું ચર્ચા થઈ રહી છે તે જાહેર કરવામાં આવી નથી, પરંતુ આ બેઠકમાં બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અને પૂર્વ પીએમ શેખ હસીનાને આશ્રય આપવા અંગે ચર્ચા થઈ શકે છે. એવું પણ સામે આવ્યું છે કે શેખ હસીના ભારત આવ્યા તે પહેલા રાજધાની દિલ્હીમાં એક મોટી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં RAW ચીફ, NSA વગેરેએ ભાગ લીધો હતો. શેખ હસીનાના બાંગ્લાદેશથી ભારત પહોંચવાના મિશનમાં વિદેશ મંત્રાલય, NSA, આર્મી, એરફોર્સ અને સુરક્ષા એજન્સીઓએ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે.
બાંગ્લાદેશ હિંસા વચ્ચે PM નિવાસસ્થાને CCSની બેઠક
બાંગ્લાદેશ હિંસા વચ્ચે પીએમ હાઉસમાં એક મોટી બેઠક થઇ. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને વિદેશ પ્રધાન એસ જયશંકર સામેલ હતા. આ બેઠકમાં NSA અજીત ડોભાલ પણ હાજર હતા. આ બેઠકમાં શું ચર્ચા થઈ રહી છે તે બહાર આવ્યું નથી.
મેઘાલયે બાંગ્લાદેશ સાથેની સરહદ પર રાત્રિ કર્ફ્યુ લાદી દીધો છે
બાંગ્લાદેશમાં હિંસા અને અશાંતિની અસર ભારતના સરહદી રાજ્યોમાં પણ જોવા મળી રહી છે. પરિસ્થિતિને જોતા મેઘાલયમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મેઘાલયના નાયબ મુખ્ય પ્રધાન પ્રેસ્ટન ટાયન્સોંગે સોમવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પાડોશી દેશમાં અશાંતિ વચ્ચે બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે.
વડાપ્રધાન મોદીને બાંગ્લાદેશની સ્થિતિ વિશે જાણકારી આપવામાં આવી
સુરક્ષા અંગેની કેબિનેટ કમિટી (CCS)ની આજે 7, લોક કલ્યાણ માર્ગ પર બેઠક મળી હતી. બેઠકમાં વડાપ્રધાન મોદીને બાંગ્લાદેશની સ્થિતિ વિશે જાણકારી આપવામાં આવી હતી.
રાહુલ ગાંધી વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરને મળ્યા - સૂત્રો
લોકસભાના ચોમાસુ સત્રની વચ્ચે લોકસભાના વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરને મળ્યા છે, બંનેએ બાંગ્લાદેશમાં તાજેતરના પરિસ્થિતિ અંગે ચર્ચા કરી છે.
NSA અજીત ડોભાલે હિંડન એરબેઝ પર શેખ હસીના સાથે મુલાકાત કરી
NSA અજીત ડોભાલે હિંડન એરબેઝ પર શેખ હસીના સાથે મુલાકાત કરી હતી. તેઓ ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર શેખ હસીનાને મળ્યા અને તેમનું સ્વાગત કર્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, અજીત ડોભાલ તેમની સાથે આગળના આયોજન અંગે વાતચીત કરી છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે પીએમ મોદી સાથે મુલાકાત કરી
બાંગ્લાદેશમાં બગડતી રાજકીય સ્થિતિ અને હિંસક વિરોધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પીએમ મોદી સાથે મુલાકાત કરી છે. સોમવારે સાંજે એસ જયશંકર પીએમ મોદીને મળ્યા હતા અને તેમને બાંગ્લાદેશની સ્થિતિ વિશે અપડેટ આપ્યું હતું.
એર ઈન્ડિયાએ ઢાકામાં હવાઈ સેવા સ્થગિત કરી દીધી છે
બાંગ્લાદેશને જોડતી રેલ સેવા રદ કર્યા બાદ હવે ઢાકાની હવાઈ સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. એર ઈન્ડિયાએ ઢાકામાં ફ્લાઈટ સેવાઓ સ્થગિત કરી દીધી છે.
દિલ્હી આવવા રવાના થયા શેખ હસીના
શેખ હસીના ઢાકાથી એરફોર્સના વિમાનમાં દિલ્હી આવવા રવાના થયા છે. શેખ હસીના દિલ્હીથી લંડન રવાના થઇ શકે છે.
ભારતીય સુરક્ષા એજન્સીઓ બાંગ્લાદેશ સાથેની ભારતીય સરહદથી 10 કિલોમીટર દૂરથી કોલ સાઇન AJAX1431 સાથેના C-130 એરક્રાફ્ટ પર નજર રાખી રહી છે અને તે દિલ્હી તરફ જઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે શેખ હસીના અને તેમના દળના કેટલાક સભ્યો આ વિમાનમાં છે.
ભારતીય રેલ્વેએ બાંગ્લાદેશ સાથેની ઢાકા-કોલકાતા મૈત્રી એક્સપ્રેસ ટ્રેનને 6 ઓગસ્ટ સુધી રદ કરી નાખી છે.
BSFએ શું કહ્યું?
મમતા બેનરજીએ શાંતિની અપીલ કરી
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું, "હું બંગાળના લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરૂ છું. કોઇ પણ અફવાઓ પર ધ્યાન ના આપો આ બે દેશ વચ્ચેની ઘટના છે, કેન્દ્ર સરકાર જે પણ નિર્ણય લેશે અમે સમર્થન કરીશું."








