Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : shashi tharoors convoy attacked in kerala gunman assaulted during election campaign

Kerala: ચૂંટણી પ્રચાર દરમિયાન Shashi Tharoorના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી

Timeછેલ્લું અપડેટ : 04 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Kerala: ચૂંટણી પ્રચાર દરમિયાન Shashi Tharoorના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી
સોર્સ : gstv

કેરળ વિધાનસભા ચૂંટણીના ગરમાવા વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરના કાફલા પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. થરૂર જ્યારે બે વાહનોના કાફલા સાથે પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બે કારમાં આવેલા અંદાજે 8 જેટલા અજાણ્યા શખ્સોએ તેમની ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો.

App Store

વચ્ચે રસ્તો રોકી ગાડીના કાચ તોડવાનો પ્રયાસ

નજરે જોનારા લોકોના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ રસ્તાની વચ્ચે જ થરૂરનું વાહન અટકાવી દીધું હતું અને જોરજોરથી કારના કાચ પીટવાનું શરૂ કર્યું હતું. સ્થિતિ વણસતી જોઈને જ્યારે શશિ થરૂરના ગનમેને વચ્ચે પડી રસ્તો સાફ કરાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઉપદ્રવીઓએ તેની સાથે પણ ધક્કામુક્કી અને હાથાપાઈ કરી હતી.

પોલીસ એક્શન: બે શખ્સોની ધરપકડ

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી બે શખ્સોને કસ્ટડીમાં લીધા છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ હુમલો કોઈ પૂર્વનિયોજિત કાવતરું હતું કે પછી રસ્તા પર થયેલા કોઈ વિવાદનું પરિણામ.

કેરળ ચૂંટણી 2026: મહત્વની વિગતો

મતદાનની તારીખ: 9 એપ્રિલ 2026
પરિણામની તારીખ: 4 મે 2026
કુલ બેઠકો: 140 વિધાનસભા બેઠકો

મુખ્ય મુકાબલો: LDF (ડાબેરી મોરચો), UDF (કોંગ્રેસ પ્રેરિત મોરચો) અને ભાજપના નેતૃત્વ હેઠળના NDA વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.