દિલ્હી એરપોર્ટ પરથી શશિ થરૂરના આસિસ્ટન્ટ શિવ કુમારની અટકાયત, જાણો શું છે કેસ
કેરળની તિરુવનંતપુરમ સીટના વર્તમાન સાંસદ શશિ થરૂરના સહાયક શિવ કુમારને કસ્ટમ વિભાગે IGI એરપો

કેરળની તિરુવનંતપુરમ સીટના વર્તમાન સાંસદ શશિ થરૂરના સહાયક શિવ કુમારને કસ્ટમ વિભાગે IGI એરપોર્ટ પરથી પકડ્યો છે. સોનાની દાણચોરીના કેસમાં આ ધરપકડ કરવામાં આવી છે. શિવકુમાર તેના એક પરિચિત પાસેથી વિદેશથી લાવેલું સોનું રિસીવ કરી રહ્યો હતો. આ દરમિયાન કસ્ટમ્સે તેને દિલ્હીના IGI એરપોર્ટ પરથી પકડી લીધો હતો.




