મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'મહિલા છું, માલ નથી', શિવસેના (UBT) સાંસદ અરવિંદ સાવંત વિરુદ્ધ નોંધાઈ FIR

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય માહોલ વધુ ગરમાઈ રહ્યો છે. શિવસેન

'મહિલા છું, માલ નથી', શિવસેના (UBT) સાંસદ અરવિંદ સાવંત વિરુદ્ધ નોંધાઈ FIR

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય માહોલ વધુ ગરમાઈ રહ્યો છે. શિવસેના (શિંદે જૂથ)ના નેતા અને મુંબાદેવીથી પાર્ટીના ઉમેદવાર શાઇના એનસીએ શિવસેના (UBT) સાંસદ અરવિંદ સાવંત વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. 

શિવસેના (UBT) સાંસદ અરવિંદ સાવંતે (શિંદે જૂથ)ના નેતા અને મુંબાદેવીથી પાર્ટીના ઉમેદવાર શાઇના એનસી અંગે 'ઈમ્પોર્ટેડ માલ' શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ ટિપ્પણી બાદ ભારે વિવાદ સર્જાયો હતો. શાઈનાએ X પર લખ્યું, હું એક મહિલા છું, માલ નથી.  ઉદ્ધવ ઠાકરે ચૂપ છે, નાના પટોલે ચૂપ છે પણ મુંબઈની મહિલાઓ ચૂપ નહીં રહે.

આ પણ વાંચો: Maharashtra Elections/ એકનાથ શિંદેની સેનાને જોરદાર ઝટકો, ભાજપે રાજ ઠાકરેના દીકરાને આપ્યું સમર્થન

મુંબઈના નાગપાડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કર્યા  બાદ શાઈના એનસીએ કહ્યું, "સેક્શન 79, કલમ 356 (2) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેણે ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો. હું અહીં સક્રિય રીતે કામ કરવા માટે આવી છું. જો તમારે કામ પર ચર્ચા કરવી હોય તો કરો , પરંતુ 'ઈમ્પોર્ટેડ માલ' ક્યારેય ન બોલો.  

શાઇના ભાજપ છોડીને શિંદે જૂથમાં જોડાયા હતા

તમને જણાવી દઈએ કે, એકનાથ શિંદેની શિવસેનાએ મુંબાદેવી બેઠક પરથી શાઇના એનસીને મેદાનમાં ઉતાર્યા છે. શિવસેનાની ટિકિટ જાહેર થયા બાદ શાઇનાએ ભાજપ છોડી દીધી હતી. મહારાષ્ટ્રમાં મતદાન એક જ તબક્કામાં 20 નવેમ્બરે થશે. જ્યારે મતદણતરી 23 નવેમ્બરે હાથ ધરાશે.

આ સમાચાર શેર કરો