VIDEO: ઓડિશાના સાત હજાર ડોક્ટરો હડતાળ પર
સોર્સ : GSTV
ઓડિશાની રાજધાની ભુવનેશ્વર સહિત સમગ્ર રાજ્યમાં ઓડિશા મેડિકલ સર્વિસ એસોસિએશન ના ૭૦૦૦ થી વધુ સરકારી ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. ડોક્ટરો લાંબા સમયથી તેમની વિવિધ પડતર માંગણીઓ, જેવી કે કેડર રિસ્ટ્રક્ચરિંગ, સુરક્ષા વ્યવસ્થામાં સુધારો અને સમયસર પ્રમોશન માટે આંદોલન કરી રહ્યા છે.આ સામૂહિક હડતાળને કારણે રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે, અને ઓપીડી સેવાઓ બંધ રહેતા હજારો ગરીબ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

