મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હીની વાત: દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા બજારોમાં નહિ, ફક્ત કાગળ  પર

દિવાળીના તહેવારો નજીક છે ત્યારે CRPF સ્કૂલની પાસે થયેલા વિસ્ફોટથી લોકો ચિંતિત થઇ ગયા છે. દિલ્હીમાં

દિલ્હીની વાત: દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા બજારોમાં નહિ, ફક્ત કાગળ  પર

દિવાળીના તહેવારો નજીક છે ત્યારે CRPF સ્કૂલની પાસે થયેલા વિસ્ફોટથી લોકો ચિંતિત થઇ ગયા છે. દિલ્હીમાં થતી ચર્ચા પ્રમાણે આટલા મોટા ધડાકા પછી પણ દિલ્હી પોલીસની આંખ ખૂલતી નથી.

દિલ્હીના કરોલબાગ, સરોજીની નગર, સદરબજાર, પહાડગંજ અને જનપથ માર્કેટ જેવા બજારોમાં ખરીદી માટે ભીડ ઉમટી રહી છે. જોકે, આ બજારોમાં પોલીસ જોવા મળતી નથી. આ બજારોમાં મેટલ ડિરેક્ટર મૂકવામાં આવ્યા છે જેમાંથી મોટા ભાગના બગડેલા છે. બજારોમાં લાઉડસ્પીકર પરથી લોકોને ચેતવણીઓ આપવામાં આવે છે પરંતુ શંકાસ્પદોની પૂછપરછ માટે કોઇ પોલીસ નથી. દિલ્હીના બજારોમાં હમણા ફક્ત દેશના નહીં વિદેશના પ્રવાસીઓ પણ ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે ત્યારે પોલીસની નિષ્ક્રીયતા જોખમી છે.

આ સમાચાર શેર કરો