દિલ્હી/ BJP ઓફિસની બહાર AAPનું ધરણા પ્રદર્શન, પેરામિલિટ્રી ફોર્સ તૈનાત કરાઇ
આમ આદમી પાર્ટી (AAP) દિલ્હીમાં ભાજપની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરશે. ધરણામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિં

આમ આદમી પાર્ટી (AAP) દિલ્હીમાં ભાજપની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરશે. ધરણામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ થઇ શકે છે. સુરક્ષા વ્યવસ્થા કરતા ભાજપ કાર્યાલયની બહાર 3 પેરામિલિટ્રી ફોર્સની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેના અનુસાર 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી DDU માર્ગ બંધ રહેશે. દિલ્હી પોલીસનું કહેવું છે કે AAPએ પ્રદર્શન માટે કોઇ પરવાનગી લીધી નથી. ભાજપ ઓફિસની આસપાસ 144 લાગેલી રહે છે.
મહત્ત્વપૂર્ણ છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે કહ્યું કે તે અને આપના નેતાઓ ભાજપના હેડક્વાર્ટર પર જશે અને વડાપ્રધાન મોદી પછી તેમના જેટલા નેતાઓ છે તેને જેલમાં પુરવા હોય તો પુરી દે.
આમ આદમી પાર્ટીના પ્રદર્શનને જોતા દિલ્હી પોલીસ દ્વારા પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.






