VIDEO: શોપિયામાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન શરૂ
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના સૈદપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થયા બાદ સમગ્ર વિસ

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના સૈદપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થયા બાદ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે. ગુપ્ત બાતમીના આધારે સુરક્ષાદળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જે દરમિયાન આતંકવાદીઓ સાથે સામસામે ગોળીબાર થયો હતો. હાલમાં આખાય વિસ્તારને સુરક્ષાદળોએ કોર્ડન કરી લીધો છે અને છુપાયેલા આતંકવાદીઓને પકડવા માટે સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સુરક્ષાની દ્રષ્ટિએ આસપાસના વિસ્તારોમાં પણ સતર્કતા વધારી દેવામાં આવી છે.



