Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : j&k: Security forces killed a terrorist

જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા

Timeછેલ્લું અપડેટ : 13 May 2025
લાઇવ ટીવીGoogle News
જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા

જમ્મુ- કાશ્મીરન પહેલગામ હુમલા પછી, સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કરીને તેનો નાશ કર્યો. ઓપરેશન સિંદૂર હેઠળ સરહદ પાર આતંકવાદી છાવણીઓ પર કાર્યવાહી બાદ, સુરક્ષા દળોએ હવે સરહદની અંદર એટલે કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામે લશ્કરી કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે. શોપિયા સહિત વિવિધ વિસ્તારોમાં આતંકવાદીઓને શોધવા માટે સેના ઓપરેશન ચલાવી રહી છે. શોપિયામાં લશ્કરના ત્રણેય આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા હતા.

App Store

નાકાબંધી બાદ શરૂ કરાયું સર્ચ ઓપરેશન

અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ કાશ્મીરના શુકરૂ કેલર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. 

પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા

આ એન્કાઉન્ટર એવા સમયે થયું જ્યારે શોપિયાના ઘણા વિસ્તારોમાં પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે. પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓના મૃત્યુ માટે જવાબદાર ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓની શોધ સેનાએ તેજ કરી દીધી છે.

ત્રણેય આતંકીઓ ઠાર

સુરક્ષા દળોએ જાહેર સ્થળોએ વિવિધ સ્થળોએ પોસ્ટરો લગાવ્યા છે. આ આતંકવાદીઓના ફોટા એજન્સીઓ દ્વારા પહેલાથી જ જાહેર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા અને 14 લોકો ઘાયલ થયા. મૃતકોમાં એક નેપાળી નાગરિક પણ હતો. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા લેવામાં આવી હતી.