મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ-કાશ્મીર: ઉરીમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. બારામુલા જિલ્લામાં સુરક્ષા દળો અને આતં

જમ્મુ-કાશ્મીર: ઉરીમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. બારામુલા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે હજુ અથડામણ થઈ હતી. આ અથડામણમાં અત્યાર સુધીમાં  બે આતંકીઓને ઠાર માર્યા છે.

બારામુલા જિલ્લાના ઉરીના ગોહલાન વિસ્તારમાં સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સુરક્ષા દળોએ ઉરી સેક્ટરમાં એલઓસી પાસે બે આતંકીઓને ઠાર કર્યા છે. 

ચાર દિવસમાં ચાર આતંકીઓના ઢીમ ઢાળી દેવાયા

ઉલ્લેખનીય છે કે, 19 જૂને ઉત્તર કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં પણ બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પરિણામે ચાર દિવસમાં ચાર આતંકીઓના ઢીમ ઢાળી દેવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો