જમ્મુ-કાશ્મીર: કુપવાડામાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર માર્યા, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. એલઓસી પર ઘૂસણખોરીનો પ્રયાસ કરતા 3 આતંકીઓને સુરક્ષા

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. એલઓસી પર ઘૂસણખોરીનો પ્રયાસ કરતા 3 આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા છે.
જમ્મુ-કાશ્મીરના એલઓસી પાસે કેરન સેક્ટરમાં આતંકવાદીઓએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સેનાએ આતંકીઓની નાપાક હરકતને નિષ્ફળ કરી દીધી હતી. સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. હાલ ઠાર કરાયેલા આતંકવાદીઓના મૃતદેહો અને હથિયારો-દારુગોળો જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે.
કઠુઆમાં આતંકીઓએ સેનાના વાહન પર આતંકી હુમલો કર્યો હતો
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સોમવારે આતંકીઓએ સેનાના વાહન પર આતંકી હુમલો કર્યો હતો. જેમાં પાંચ જવાન શહીદ થયા હતા. આ તમામ જવાન ઉત્તરાખંડના હતા.
અગાઉ એન્કાઉન્ટરમાં 6 આતંકીને ઠાર મરાયા હતા
એક સપ્તાહ પહેલા જ જમ્મુ અને કાશ્મીરના કુલગામના ફ્રિસલ ચિન્નીગામ અને મોદરામ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે હજુ પણ અથડામણ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, 'બંને એન્કાઉન્ટરમાં કુલ 6 આતંકી ઠાર મરાયા હતા. આતંકીઓ સાથે લડતાં એક વિશેષ પેરા કમાન્ડો સહિત સૈન્યના બે જવાનો શહીદ થયા હતા.'








