મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કેરળમાં Mpoxનો બીજો કેસ નોંધાયો, દેશમાં મળી આવ્યા કુલ આટલા દર્દી 

આરોગ્ય વિભાગે શુક્રવારે એર્નાકુલમમાં UAE યુએઈથી પરત આવેલા 26 વર્ષીય વ્યક્તિમાં MPOXની પુષ્ટિ કરી. શહેરની ખા

કેરળમાં Mpoxનો બીજો કેસ નોંધાયો, દેશમાં મળી આવ્યા કુલ આટલા દર્દી 

આરોગ્ય વિભાગે શુક્રવારે એર્નાકુલમમાં UAE યુએઈથી પરત આવેલા 26 વર્ષીય વ્યક્તિમાં MPOXની પુષ્ટિ કરી. શહેરની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. અલાપ્પુઝાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી લેબમાં તેના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જીનોમિક સિક્વન્સિંગ માટે સેમ્પલ પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે.

આ વર્ષે રાજ્યમાં એમપોક્સનો આ બીજો અને દેશમાં ત્રીજો કેસ છે.

અગાઉ, 18 સપ્ટેમ્બરના રોજ મલપ્પુરમના એડાવન્નાના 38 વર્ષીય વ્યક્તિમાં આ રોગની પુષ્ટિ થઈ હતી. બાદમાં જાણવા મળ્યું કે તેનો ચેપ ક્લેડ 1બી વાયરસના સ્ટ્રેઇનને કારણે થયો હતો. આ પછી, તમામ જિલ્લાઓમાં આઇસોલેશન સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી છે અને દેખરેખ મજબૂત કરવામાં આવી છે. વિભાગ રાજ્યમાં MPOXની રોકથામ અને અસરકારક સારવાર માટે માર્ગદર્શિકા અપડેટ કરવાની પણ યોજના ધરાવે છે.

આ સમાચાર શેર કરો