Video: ભોપાલમાં સ્કૂલ બસનો અકસ્માત

મધ્યપ્રદેશના ભોપાલમાં VIP રોડ પર સ્કૂલ બસ અકસ્માતનો ભોગ બની હતી. બસમાં શાળાનાં બાળકો અને શિક્ષક સવાર હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાળકો સહિત એક શિક્ષકને ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.
જાહેરાત













