મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM દ્વારા ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાઈ સ્કોલરશીપની યોજના? જાણો વાયરલ મેસેજની હકીકત

10 અને 12નું પરિણામ જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આવો

PM દ્વારા ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાઈ સ્કોલરશીપની યોજના? જાણો વાયરલ મેસેજની હકીકત

10 અને 12નું પરિણામ જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક સ્કોલરશિપ સંબંધિત મેસેજ પણ વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી દ્વારા અબ્દુલ કલામ અને વાજપેયી સ્કોલરશીપ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. તમે પણ અરજી કરી શકો છો. તેમાં આપેલી લીંકની ઝીણવટભરી તપાસ કરી તો સત્ય બહાર આવ્યું. આ લિંક દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી નથી 

ગુજરાતમાં પણ અનેક સ્થળોએ સોશિયલ મીડિયામાં આવા મેસેજ વાઇરલ થઈ રહ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે,  ધોરણ-10 અને 12મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રધાનમંત્રીએ અબ્દુલ કલામ અને વાજપેયી સ્કોલરશીપ યોજનાની જાહેરાત કરી છે જેના ફોર્મ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મળશે અને તેની વેબસાઇટ પણ જાહેર કરતો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેથી અનેક અરજદારો ફોર્મ માટે કોર્પોરેશનની કચેરીઓમાં પહોંચી પૂછપરછ કરતા હોય છે ત્યારે આ પ્રકારના મેસેજ ખોટા હોવાનો ખુલાસો કોર્પોરેશનના તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

વડોદરા સહિત ગુજરાતના મુખ્ય શહેરોની કોર્પોરેશનની કચેરીમાંથી સ્કોલરશીપના ફોર્મ મળશેના મેસેજથી વાલીઓ અને વિદ્યાર્થીઓ વિમાસણમાં મુકાઇ ગયા હતા. સોશિયલ મીડિયા પર જે મેસેજ ફરતો થયો છે તેમાં જણાવ્યું છે કે, ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિધાર્થીના વાલીઓ ખાસ ધ્યાનથી વાંચશો. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સ્કોલરશિપ યોજના જાહેર કરી છે જેનુ છે નામ છે અબ્દુલકલામ અને વાજપેયી યોજના છે. 

વાયરલ મેસેજમાં શું લખ્યું છે ?

  • 45%થી વધારે હોય તો 10, 000/- અને 55% થી વધારે હોય તો 25, 000/- સુધીની સ્કોલરશિપ મળશે. આ સ્કોલરશીપ મેળવવા માટે આધાર કાર્ડ, અને SBI Bankમાં અકાઉંટ હોવું જરૂરી છે.
  • જેના ફોર્મ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મળશે.
  • વધારે માહિતી માટે http://www.desw.gov.in/scholarship લોગ ઓન કરવામાં આવે. તમે પણ આ મેસેજ ફોરવર્ડ કરો. કોઈને કામ લાગશે.

સરકારે આવી કોઈ સ્કોલરશીપની યોજના જાહેર કરી નથી

સોશિયલ મીડિયા પર આ પ્રકારના મેસેજ ફરતા થતાં ગરીબ મધ્યમવર્ગ ના વાલીઓ અને વિદ્યાર્થીઓ ગુજરાતની મુખ્ય શહેરોની કોર્પોરેશનની ઓફિસ ખાતે ફોર્મ મેળવવા પ્રયાસ કરે છે ત્યારે તેઓને કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા આ મેસેજ ખોટો હોવાનું જણાવવામાં આવતા નિરાશ થતા હોય છે.

આ અંગે વડોદરા કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર જીગ્નેશ ગોહિલને પૂછતા તેઓએ પણ સ્પષ્ટતા કરી હતી કે બે વર્ષ પૂર્વે પણ આ જ પ્રકારના મેસેજો ફરતા થયા હતા જે ખોટા હતા તે મેસેજ ફરી એકવાર ફરતા થયા છે તે ખોટા છે. આવી સ્કોલરશીપની કોઈ યોજના સરકારે જાહેર કરી નથી કે પછી તેને લગતા કોઈ ફોર્મ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા નથી.

શા માટે નકલી

આ કોઈ સરકારી વિભાગ નથી પરંતુ નકલી પોર્ટલ છે. પોર્ટલની નીચે આવતી લાલ પટ્ટીમાં નાના અક્ષરોમાં લખેલું છે કે અમે કેટલીક NGO સાથે સંકળાયેલા છીએ. સરકાર સાથે અમારો કોઈપણ પ્રકારનો સંબંધ નથી.
એવું પણ લખવામાં આવ્યું છે કે શક્ય છે કે અમુક વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મળશે. 
આ લિંક ખોલવા પર, નામ, પિતાનું નામ, તમે કયા વર્ગમાં પાસ થયા છો અને તમને કેટલા ટકા મળ્યા જેવી પ્રારંભિક વિગતો અહીં ભરવાનું કહેવામાં આવે છે. 

વિગતો ભર્યા પછી અને ક્લિક કર્યા પછી, એક સંદેશ આવે છે જેમાં તમને WhatsApp પરથી તમારા 9 સક્રિય વપરાશકર્તાઓને અહીં એડ કરવાનું કહેવામાં આવે છે. આ લિંક WhatsApp પર શેર થઈ રહી છે. 

આ સમાચાર શેર કરો