મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સંજય વર્મા બન્યા મહારાષ્ટ્રના નવા DGP, વિધાનસભા ચૂંટણી પહેલા ઇલેક્શન કમિશને કરી નિયુક્તિ

મહારાષ્ટ્રની ચૂંટણીઓ વચ્ચે કેન્દ્રીય ચૂંટણી પંચે IPS સંજય વર્માને નવા DGP તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ર

સંજય વર્મા બન્યા મહારાષ્ટ્રના નવા DGP, વિધાનસભા ચૂંટણી પહેલા ઇલેક્શન કમિશને કરી નિયુક્તિ

મહારાષ્ટ્રની ચૂંટણીઓ વચ્ચે કેન્દ્રીય ચૂંટણી પંચે IPS સંજય વર્માને નવા DGP તરીકે નિયુક્ત કર્યા છે.  તેઓ રશ્મિ શુક્લાનું સ્થાન લેશે. વિપક્ષી દળોની ફરિયાદ બાદ ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરતાં રશ્મિ શુક્લાને રાજ્યના પોલીસ વડા પદેથી હટાવવાનો આદેશ આપ્યો હતો. સાથે જ ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવ સુજાતા સૌનિક પાસેથી ત્રણ સૌથી વરિષ્ઠ અધિકારીઓના નામ માંગ્યા હતા. મુખ્ય સચિવ દ્વારા નામ મોકલવામાં આવ્યા બાદ પંચે સંજય કુમાર વર્માને રાજ્યના નવા ડીજીપી તરીકે નિયુક્ત કર્યા છે. 

આ પણ વાંચોઃ રશ્મિ શુક્લાને Maharastra DGP પદેથી હટાવ્યા, ચૂંટણી પંચની મોટી કાર્યવાહી 

સંજય વર્મા 1990 બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ હાલમાં કાયદા અને ટેકનોલોજીના ડીજી તરીકે સેવા આપી રહ્યા છે. સંજય વર્મા એપ્રિલ 2028માં પોલીસ સેવામાંથી નિવૃત્ત થશે. IPS સંજય કુમાર વર્મા મૂળ ઉત્તર પ્રદેશના 1990 બેચના આઈપીએસ અધિકારી છે. તેમણે BE મિકેનિકલનો અભ્યાસ કર્યો છે. સંજય કુમાર વર્માનો જન્મ 23 એપ્રિલ, 1968ના રોજ થયો હતો.

કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી

મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા ચૂંટણી પંચે સોમવારે મોટો નિર્ણય લીધો હતો. કોંગ્રેસની ફરિયાદ પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે ડીજીપી રશ્મિ શુક્લાને હટાવી દીધા હતા. વાસ્તવમાં કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોએ ડીજીપી રશ્મિ શુક્લા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ પછી, કાર્યવાહી કરીને ચૂંટણી પંચે રશ્મિ શુક્લાને મહારાષ્ટ્રના ડીજીપી પદેથી ટ્રાન્સફર કરી હતી.

મુખ્ય સચિવ પાસેથી ત્રણ નામો માંગવામાં આવ્યા હતા

એક દિવસ પહેલા જ કેન્દ્રીય ચૂંટણી પંચે કોંગ્રેસ અને શિવસેના યુબીટીની માંગ પર રાજ્યના વર્તમાન ડીજીપી રશ્મિ શુક્લાને હટાવી દીધા હતા. આ પછી ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવ સુજાતા સૌનિક પાસેથી ત્રણ સૌથી વરિષ્ઠ અધિકારીઓના નામ માંગ્યા હતા. મુખ્ય સચિવ દ્વારા નામ મોકલવામાં આવ્યા બાદ પંચે સંજય કુમાર વર્માને રાજ્યના નવા ડીજીપી તરીકે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસે કહ્યું હતું કે રશ્મિ શુક્લાની હાજરી દરમિયાન રાજ્યમાં નિષ્પક્ષ ચૂંટણી નહીં થાય. પક્ષે કમિશનને બે વખત મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. રશ્મિ શુક્લાને આ વર્ષે જાન્યુઆરીમાં ડીજીપી બનાવવામાં આવ્યા હતા. તેઓ જૂનમાં નિવૃત્ત થઈ રહ્યા હતા પરંતુ સરકારે તેમનો કાર્યકાળ વધાર્યો હતો જેનો વિપક્ષ દ્વારા વિરોધ કરાયો હતો.  

આ સમાચાર શેર કરો