મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'ફડણવીસને ગૃહમંત્રી પદેથી હટાવો', બાબા સિદ્દીકીની હત્યા બાદ મહારાષ્ટ્ર સરકાર પર ભડક્યા સંજય રાઉત

અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યા મામલે શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેત

'ફડણવીસને ગૃહમંત્રી પદેથી હટાવો', બાબા સિદ્દીકીની હત્યા બાદ મહારાષ્ટ્ર સરકાર પર ભડક્યા સંજય રાઉત

અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યા મામલે શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકાર પર કાયદા-વ્યવસ્થાના મુદ્દા પર ફેલ રહેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું, "કાલે જે બાબા સિદ્દીકીની હત્યા થઇ છે, આ મુખ્યમંત્રીની નિષ્ફળતા છે. કાયદા અને પોલીસનો ડર રાજ્યમાં નથી રહ્યો. ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પુરી રીતે ફેલ રહ્યાં છે. રાજ્યપાલને ગૃહમંત્રીને હટાવી દેવા જોઇએ."

મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષના નેતાએ પણ ગૃહમંત્રીનું રાજીનામું માંગ્યું

મુંબઇમાં બાબા સિદ્દીકીની હત્યા પર મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. વિજય વડેટ્ટીવારે કહ્યું, "અમે તેમની સાથે કામ કરી ચુક્યા છીએ. તે અમારા સારા મિત્ર હતા. કાલે જે થયું તે દુ:ખદ છે. ગોળી ચલાવનારાઓને પકડવામાં આવ્યા છે. પોલીસ તપાસ કરી રહી છે પરંતુ અમારૂ કહેવું છે કે આજે મુંબઇમાં સાર્વજનિક જગ્યાઓ અને અહીં સુધી કે ભીડભાડ ધરાવતી જગ્યાો પર ગુનેગારો આવીને ગોળીઓ ચલાવી રહ્યાં છે."

 મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષના નેતાએ કહ્યું, "મુંબઇમાં કાયદા વ્યવસ્થાના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. એક સત્તાધારી પાર્ટીના નેતાનું  મર્ડર થયું છે તો આમ આદમીની સુરક્ષા પર પણ સવાલ ઉભા થાય છે. મુંબઇ ઘણા સમયથી શાંત હતું પરંતુ એવું લાગે છે કે મુંબઇમાં ક્રાઇમનો સમય પરત આવી રહ્યો છે.વધુમાં વિજય વડેટ્ટીવારે કહ્યું કે, થોડી પણ નૈતિકતા બચી હોય તો મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ તરત જ રાજીનામું આપવું જોઇએ."

બાબા સિદ્દીકી પર શનિવાર રાત્રે તે સમયે હુમલો થયો જ્યારે તે રાત્રે 9.30 વાગ્યે પોતાના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસમાંથી બહાર નીકળતા હતા. તે સમયે ઘાત લગાવીને તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તેમને ત્રણ ગોળી લાગી હતી. એવી પણ જાણકારી સામે આવી છે કે શૂટર્સ છેલ્લા કેટલાક દિવસથી બાબા સિદ્દીકીની રેકી કરી રહ્યાં હતા.

દોઢ મહિનાથી મુંબઇમાં રહેતા હતા આરોપી

આ ઘટનામાં લોરેન્સ બિશ્નોઇ ગેન્ગનું નામ સામે આવી રહ્યું છે. પોલીસ સાથે જ શાહિદ બલવા સાથે બાબા સિદ્દીકીના લાંબા સમયથી ચાલતા વિવાદને પણ ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.

અજિત પવારે શું કહ્યું?

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજિત પવારે બાબા સિદ્દીકીની હત્યા પર કહ્યું, "પોલીસે બે લોકોની ધરપકડ કરી છે અને અન્ય લોકોની ધરપકડ માટે ટીમ બનાવવામાં આવી છે અને અલગ અલગ રાજ્યમાં પણ પોલીસની ટીમ તપાસ કરી રહી છે. મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને હું ખુદ આ ઘટના પર ધ્યાન આપી રહ્યાં છીએ. એવી પણ તપાસ કરવામાં આવી રહી છે કે હત્યાની સોપારી કોને આપી, મને વિશ્વાસ છે કે 1-2 દિવસમાં તેની ખબર પડી જશે."

આ સમાચાર શેર કરો