મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જાણો કોણ છે સહારનપુરની પોલિંગ ઓફિસર ઈશા અરોરા, સોશિયલ મીડિયામાં તસવીર થઈ વાયરલ

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન સહારનપુરની પોલિંગ

જાણો કોણ છે સહારનપુરની પોલિંગ ઓફિસર ઈશા અરોરા, સોશિયલ મીડિયામાં તસવીર થઈ વાયરલ

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન સહારનપુરની પોલિંગ ઓફિસર ઈશા અરોરા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેના સેલિબ્રિટી લુકના કારણે તેને ઘણી લાઈક્સ અને કોમેન્ટ્સ મળી રહી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં લખનૌના પોલિંગ એજન્ટની પીળી સાડી (રીના દ્વિવેદી)ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ વખતે પણ મહિલા પોલિંગ ઓફિસરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સહારનપુરમાં શુક્રવારે પ્રથમ તબક્કા હેઠળ મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન, ગુરુવારે જ્યારે પોલિંગ પાર્ટીઓ નીકળી રહી હતી, ત્યારે એક સેલિબ્રિટી લુકવાળી મતદાનકર્મીની તસવીર વાયરલ થઈ હતી. જે બાદ ફોટો પર લાઈક્સ અને કોમેન્ટ્સનો પૂર આવ્યો હતો.

આ પોલિંગ ઓફિસરનું નામ ઈશા અરોરા છે, જે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં કામ કરે છે. તેમની ઈલેક્શન ડ્યુટી સહારનપુરથી લગભગ 40 કિલોમીટર દૂર કૈરાના લોકસભા બેઠકના સહારનપુર વિધાનસભા મતવિસ્તારના ગંગોહમાં મતદાન અધિકારીના રૂપમાં છે. તેઓ અહીં મતદાન કરાવી રહી છે. એક ઈન્ટરવ્યૂમાં ઈશા અરોરાએ ચૂંટણી માટે સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા કરી અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી.

બે વખત ચૂંટણી ફરજ બજાવી ચૂકેલી ઈશા અરોરાએ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કહ્યું કે, ચૂંટણી ફરજમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે મતદારોને કહ્યું કે, દરેક મત કિંમતી છે. તમારો મત બગાડો નહીં અને ચોક્કસ મતદાન કરો. સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી બનવા પર ઈશા અરોરાએ કહ્યું કે, એવું કંઈ નથી. હું માત્ર મારી ફરજ બજાવી રહી છું.

આ સમાચાર શેર કરો