Video: મણપ્પારાઈમાં ભારે વરસાદ વચ્ચે આરએસએસની રેલી યોજાઈ

તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના મણપ્પારાઈમાં ભારે વરસાદ વચ્ચે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસળધાર વરસાદ છતાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં આ કાર્યક્રમમાં જોડાયા હતા.આ રેલી દરમિયાન કાર્યકરોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શિસ્તબદ્ધ રીતે યોજાયેલા આ પથ સંચલનમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. સ્થાનિક પોલીસે સમગ્ર રૂટ પર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો. વરસાદ છતાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.








