મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: અયોધ્યામાં શરદપૂર્ણિમાએ સોનેરી ચંદ્રનો અદ્ભુત નજારો

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના પવિત્ર યાત્રાધામ અયોધ્યામાં શરદપૂર્ણિમાના પાવન પર્વે આકાશમાં સોનેરી રંગનો પૂર્ણ ચંદ્ર ખીલી ઉઠ્યો હતો. રામનામથી ગૂંજતી અયોધ્યા નગરીમાં આ નયનરમ્ય દ્રશ્ય જોઈને સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. સરયૂ નદીના તટ પર ચંદ્રના અજવાળાથી અનોખી રમણીયતા છવાઈ ગઈ હતી. આ પવિત્ર રાત્રિએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સરયૂ નદીમાં સ્નાન કરી મંદિરોમાં દર્શન-પૂજનનો લાભ લીધો હતો. શરદપૂનમના પૂર્ણ ચંદ્રની શીતળ રોશનીમાં સમગ્ર ધાર્મિક નગરી અદ્ભુત અને ભક્તિમય વાતાવરણમાં ગરકાવ થઈ ગઈ હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.

આ સમાચાર શેર કરો