કોલકાતા કાંડ: આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલની ધરપકડ
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની ધરપકડ કરવામાં આવી છે. ઘણા દિવસોની પૂછપ

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની ધરપકડ કરવામાં આવી છે. ઘણા દિવસોની પૂછપરછ બાદ સીબીઆઈએ ડૉ. સંદીપ ઘોષની ધરપકડ કરી છે. રિપોર્ટ અનુસાર ભ્રષ્ટાચારના કેસમાં આ ધરપકડ કરવામાં આવી છે.
CBIનું એન્ટી કરપ્શન યુનિટ સંદીપ ઘોષ સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી રહ્યું છે. એન્ટી કરપ્શન યુનિટે આરજી કર હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતિઓમાં કથિત સંડોવણી બદલ ઘોષની ધરપકડ કરી છે. સંદીપ ઘોષને CGO કોમ્પ્લેક્સમાંથી કોલકાતાના નિઝામ પેલેસ સ્થિત CBI ઓફિસમાં લઈ જવામાં આવ્યો છે.
ટ્રેઈની ડૉક્ટર પર રેપ બાદ હત્યા કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે, આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 8 ઓગસ્ટની રાત્રે 31 વર્ષીય ટ્રેઈની ડૉક્ટર પર રેપ બાદ હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટની સવારે ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મુદ્દે સમગ્ર ભારતભરમાં દેખાવો થઈ રહ્યા છે.






