મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

નીતિશ-મોદીનું નામ લઈને બિહારના મંત્રીએ કહ્યું, ‘જે ગુનેગારો બંદૂક-ગોળીઓ લઈને ફરે છે તેમને...’

બિહારના ભાજપના કદાવર નેતા અને મહેસૂલ અને જમીન સુધારણા મંત્રી દિલીપ કુમાર

નીતિશ-મોદીનું નામ લઈને બિહારના મંત્રીએ કહ્યું, ‘જે ગુનેગારો બંદૂક-ગોળીઓ લઈને ફરે છે તેમને...’

બિહારના ભાજપના કદાવર નેતા અને મહેસૂલ અને જમીન સુધારણા મંત્રી દિલીપ કુમાર જયસ્વાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો ઉલ્લેખ કરીને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. 

‘...તો સીધી ગોળી મારી દેવાશે’

બિહારના રૂપૌલીમાં પેટા-ચૂંટણી માટે એક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન જયસ્વાલે જેડીયુ ઉમેદવારના સમર્થનમાં એક જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘બિહારની કેબિનેટના નિર્ણય મુજબ જે ગુનેગારો ગેરકાયદે બંદૂક સાથે રસ્તા પર ચાલશે તેને સીધી જ ગોળી મારી દેવાશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં એસઆઈટી ટીમ બનાવવામાં આવશે.’

‘બિહારમાં હવે કોઈપણ ગુનેગાર બચશે નહીં’

તેમણે કહ્યું કે, ‘મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમારી ચિંતા કરે છે. બિહારમાં હવે કોઈપણ ગુનેગાર બચશે નહીં. જે ગુનેગારો બંદૂક-ગોળીઓ લઈને ફરે છે, તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. આ નિર્ણય બિહાર સરકારની કેબિનેટની બેઠકમાં લેવાયો છે. રાજ્યમાં બંદૂક-ગોળીઓ લઈને ચાલનારાઓનું નહીં, પરંતુ હવે ગરીબો અને સજ્જન લોકોનું રાજ ચાલશે. રાજ્યની સરકાર તમારી ચિંતા કરી રહી છે. તમારી ચિંતા વડાપ્રધાન અને નીતિશ કુમાર કરી રહ્યા છે, તેથી તમે કોઈપણ ચક્કરમાં ન પડતા.’ તેમણે જનમેદનીને એમ પણ કહ્યું કે, ‘ધ્યાન રાખજો, કોઈપણ આવે, કોઈના ચક્કરમાં ન પડતા’

કોણ છે દિલીપ જયસ્વાલ?

ઉલ્લેખનીય છે કે, મંત્રી દિલીપ જયસ્વાલ મૂળ ખગડિયા જિલ્લાના રહેવાસી છે. તેમણે મધેપુરાની યુનિવર્સિટીમાંથી M.sc, મગધમાંથી MBA અને મધેપુરામાંથી Ph.Dનો અભ્યાસ કર્યો છે. તેઓ સતત ત્રીજી વખત વિધાન પરિષદના સભ્ય બન્યા છે. તેમને ભાજપના કદાવર નેતા માનવામાં આવે છે. તેમણે 20થી વધુ વર્ષ સુધી ભાજપના કોષાધ્યક્ષ પદે જવાબદારી નિભાવી છે.

આ સમાચાર શેર કરો