મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં મનસે ના કરી શકી નવનિર્માણ, જુઓ રાજઠાકરેની પાર્ટીના પરિણામો

મહારાષ્ટ્રમાં શનિવારે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. આ સમય દરમિયાન સત્તારૂઢ મહાયુતિ ગઠબંધન એકતર

મહારાષ્ટ્રમાં મનસે ના કરી શકી નવનિર્માણ, જુઓ રાજઠાકરેની પાર્ટીના પરિણામો

મહારાષ્ટ્રમાં શનિવારે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. આ સમય દરમિયાન સત્તારૂઢ મહાયુતિ ગઠબંધન એકતરફી જીત તરફ આગળ વધી રહ્યું છે. મહાયુતિ (NDA) ગઠબંધન હાલમાં રાજ્યની 288 બેઠકોમાંથી 216 બેઠકો પર આગળ છે. જ્યારે વિપક્ષ મહા વિકાસ આઘાડી ગઠબંધનને માત્ર 52 બેઠકો જ મળતી દેખાઈ રહી છે. નાના પક્ષો અને અપક્ષોની વાત કરીએ તો તેઓ 19 બેઠકો પર આગળ છે.

રાજઠાકરેની પાર્ટીનું ખાતું ના ખુલ્યું 

ચૂંટણી પરિણામોમાં સૌથી નિરાશાજનક પ્રદર્શન રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)નું રહ્યું છે. ચૂંટણી પરિણામોમાં MNS પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહી છે. રાજ ઠાકરેના પુત્ર અમિત પોતે માહિમ બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે.  

અત્યાર સુધીના ચૂંટણી પરિણામો…

મહાગઠબંધન
ભાજપ- 126 બેઠકો
શિવસેના (શિંદે જૂથ) - 54 બેઠકો
NCP (અજિત જૂથ) - 35 બેઠકો

મહા વિકાસ આઘાડી
કોંગ્રેસ- 19 બેઠકો
શિવસેના (ઉદ્ધવ જૂથ) - 20 બેઠકો
NCP (શરદ જૂથ)- 14 બેઠકો

આ સમાચાર શેર કરો