ઈન્સ્ટાગ્રામ પર યુવાને 13 વર્ષની કિશોરીને ફસાવી, ગુજરાત સહિત અલગ અલગ જગ્યા પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રના બદલાપુરમાં વિદ્યાર્થીનીઓ પર થયેલા બળાત્કારને લઈને લોકોનો ગુસ્સો હજુ શમ્યો ન હતો ત્યારે મુંબઈમાં એક માસૂમ પર

મહારાષ્ટ્રના બદલાપુરમાં વિદ્યાર્થીનીઓ પર થયેલા બળાત્કારને લઈને લોકોનો ગુસ્સો હજુ શમ્યો ન હતો ત્યારે મુંબઈમાં એક માસૂમ પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે, 21 વર્ષના યુવકે 13 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી યુવક પીડિતાને સોશિયલ મીડિયા દ્વારા મળ્યો હતો.
POCSO એક્ટની કેટલીક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો
આરોપીઓ સગીરને અંધેરીમાં એક જગ્યાએ લઈ ગયા અને તેના પર દુષ્કર્મ ગુજાર્યો અને બાદમાં તેને ગુજરાતમાં લઈ જઈ ફરી તેના પર દુષ્કર્મ ગુજાર્યો. યુવતી થોડા દિવસો પછી ઘરે પરત આવી અને તેના પરિવારને આ ઘટના વિશે જણાવ્યું હતું.
પરિવારે વાકોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર યુવાનનો ફોટો બતાવ્યો અને પરિવારે વાકોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ 4, 8 અને 12 હેઠળ અપહરણ અને દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મુંબઈના નાગપાડામાં આઠ વર્ષની બાળાની છેડતી બદલ શખ્સની ધરપકડ
નાગપાડા વિસ્તારમાં આઠ વર્ષની બાળકીની છેડતી કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ માહિતી આપી હતી. આરોપીની ઓળખ ઝુબેર શાહ (45) તરીકે થઈ છે. એક મહિલાએ જોયું કે આરોપીએ છોકરીને વીંટી બતાવવાના બહાને કથિત રીતે અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. મહિલાએ આનો વિરોધ કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો શાહે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ સ્થાનિક લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો. તેની સામે સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.






