મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાજસ્થાનના કૃષિ મંત્રી કિરોડી લાલ મીણાએ તમામ પદ પરથી રાજીનામું આપ્યું

લોકસભા ચુંટણી 2024 ના પરિણામો આવ્યા બાદથી જ ડૉ. કિરોડી લાલ મીણાએ સરકારી સુવિધાઓનો ઉપ

રાજસ્થાનના કૃષિ મંત્રી કિરોડી લાલ મીણાએ તમામ પદ પરથી રાજીનામું આપ્યું

લોકસભા ચુંટણી 2024 ના પરિણામો આવ્યા બાદથી જ ડૉ. કિરોડી લાલ મીણાએ સરકારી સુવિધાઓનો ઉપયોગ કર્યો નથી. જેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તે ટૂંક સમયમાં રાજીનામું આપવાના છે. કિરોડી લાલ મીણાના સોશિયલ મીડિયા પર રઘુકુલ રીત સદા ચલી આઇ, પ્રાણ જાય પર વચન ન જાય- quote થયા બાદ સ્પષ્ટ થઇ ગયું હતું કે ડૉ. કિરોડી લાલ મીણા પોતાનું વચન નિભાવવાના છે. 

રાજસ્થાનમાં ભાજપની 4 સીટો ભરતપુર, ધૌલપુર-કરોલી, દૌસા અને ટોંક-સવાઇમાધોપુરમાં ચુંટણીમાં હાર બાદ વિરોધીઓ તરફથી કિરોડીલાલને તેમના વચન યાદ અપાવવામાં આવતા હતા અને રાજીનામાની માંગ કરવામાં આવતી હતી. જોકે કિરોડી લાલ મીણાને પ્રચાર દરમિયાન પીએમ મોદીને દૌસા સહિત 7 સીટોની જવાબદારી આપી હતી. પરંતુ અહીં હારનો સામનો કર્યો પડ્યો હતો. 

 કેમ રાજીનામું આપ્યું? 

કિરોડી  લાલ મીણાએ રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી. લોકસભા ચૂંટણીના પરિણામો આવતા પહેલા જ તેમણે જાહેરાત કરી હતી કે જો તેઓ તેમના પ્રભાવ ક્ષેત્રમાં કોઈ બેઠક ગુમાવશે તો તેઓ પદ પરથી રાજીનામું આપી દેશે. તેઓ દૌસાથી ચૂંટણી હારી ગયા હતા. ત્યાર બાદ અટકળોનું બજાર ગરમ હતું અને આજે તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ અંગે સંકેત પણ આપ્યા હતા. તે જ સમયે, દૌસામાં હાર પછી, વિપક્ષ સતત તેમને નિશાન બનાવી રહ્યા હતા. મીના કહે છે કે તેઓ હારની નૈતિક જવાબદારી લે છે અને રાજીનામું આપી રહ્યા છે. જો કે હજુ સુધી તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી.

અગાઉ જ્યારે કિરોડી લાલ મીણાને કેબિનેટની બેઠકમાં ભાગ ન લેવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે  જણાવ્યું કે "મેં મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. તેથી જ હું કેબિનેટની બેઠકમાં હાજર રહ્યો ન હતો. જો કે, સીએમ ભજન લાલે મને કહ્યું હતું. કે તેઓ તમારું રાજીનામું સ્વીકારશે નહીં. કિરોડીલાલ મીણાએ કહ્યું કે કોઈ નારાજગી નથી, જોકે મેં જાહેરમાં કહ્યું હતું કે જો ભાજપ 7માંથી કોઈપણ બેઠક પર હારી જશે તો હું રાજીનામું આપીશ, તેથી મેં રાજીનામું આપ્યું છે.

આ સમાચાર શેર કરો