Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rajasthan: A spy youth was arrested for providing information about 2 states including Gujarat and the Indian Army to Pakistan

Rajasthan: ગુજરાત સહિત 2 રાજ્યો તેમજ ભારતીય સૈન્યની માહિતી પાકિસ્તાનને આપતા જાસૂસ યુવકની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 01 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Rajasthan: ગુજરાત સહિત 2 રાજ્યો તેમજ ભારતીય સૈન્યની માહિતી પાકિસ્તાનને આપતા જાસૂસ યુવકની ધરપકડ
સોર્સ : GSTV

Rajasthan: રાજસ્થાન CIDની ટીમે શ્રીગંગાનગરમાંથી એક જાસૂસ યુવકની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. આ યુવક સામે ગુજરાત, પંજાબ અને રાજસ્થાનમાં ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે. સીઆઈડીની ટીમે આ આરોપી યુવકની ધરપકડ બાદ તેની પૂછપરછ કરી રહી છે. તપાસમાં સામે આવ્યું હતું કે, આ શખ્સ મોબાઈલ ફોનથી વિદેશી અને દુશ્મન દેશ પાકિસ્તાન વોટ્સએપ નંબરોથી સતત સંપર્કમાં હતો. આ ધરપકડ કરાયેલો જાસૂસ યુવક પંજાબના ફિરોઝપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. 

App Store

સોશિયલ મીડિયા દ્વારા યુવક ISIના સંપર્કમાં હતો
મળતી માહિતી અનુસાર, CID પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓની જાસૂસી પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહ્યું છે. તેથી સોશિયલ મીડિયા દ્વારા આરોપી યુવક પ્રકાશ સિંહ ઉર્ફે બાદલ ISIના સંપર્કમાં હતો અને રાજસ્થાન, પંજાબ અને ગુજરાતમાંથી ભારતીય સેના સંબંધિત ગુપ્ત અને વ્યૂહાત્મક માહિતી એકત્રિત કરી રહ્યો હતો અને તેને પાકિસ્તાનમાં તેના હેન્ડલરને મોકલી રહ્યો હતો.

ઓપરેશન સિંદૂરના સમયથી તે ISIના સંપર્કમાં હોવાનો ખુલાસો
મળતી માહિતી અનુસાર, ગત 27 નવેમ્બરના રોજ,શંકાસ્પદ વ્યક્તિને સાધુવાલી મિલિટરી ઈન્સ્ટિટ્યૂટ (શ્રી ગંગાનગર)ની નજીકમાં જોવા મળ્યો હતો. બોર્ડર ઈન્ટેલિજન્સ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને તેને કસ્ટડીમાં લીધો, ત્યારબાદ પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે તેના મોબાઈલ ફોન પર વિદેશી અને પાકિસ્તાની વોટ્સએપ નંબર હતા. પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી 'ઓપરેશન સિંદૂર'ના સમયથી ISIના સતત સંપર્કમાં હતો અને તેણે ભારતીય સેનાના વાહનો, લશ્કરી સંસ્થાઓ, સરહદી વિસ્તારોના ભૌગોલિક સ્થાનો, લાઈનો, પુલોની મુલાકાત લીધી હતી. બાંધકામ કાર્ય સંબંધિત વ્યૂહાત્મક માહિતી પાકિસ્તાનને મોકલવામાં આવી હતી.
 
પાકિસ્તાની જાસૂસી માટે પૈસા મળતા હતા
મળતી માહિતી અનુસાર, આરોપી જાસૂસી ઉપરાંત, બીજી એક ગંભીર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સામેલ હતો. આ જાસૂસ યુવક દુશ્મન દેશની વિનંતી પર પાકિસ્તાની એજન્ટોને ભારતીય નાગરિકોના નામે જાહેર કરાયેલા મોબાઈલ નંબરોના OTP (ઓફિશિયલ ટ્રાન્સમિશન ટ્રેકિંગ ડિવાઇસીસ) પૂરા પાડ્યા હતા. આ OTPનો ઉપયોગ કરીને, પાકિસ્તાની એજન્ટો ભારતીય નંબરો પર WhatsApp સક્રિય કરતા હતા અને જાસૂસી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા. આ કામ માટે તેને પૈસા પણ મળતા હતા.

યુવકની ધરપકડ બાદ જયપુર લવાયો
આરોપીને વધુ તપાસ માટે જયપુરના સેન્ટ્રલ ઈન્ટરોગેશન સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો. અહીં, વિવિધ ગુપ્તચર એજન્સીઓ દ્વારા પૂછપરછ અને તેના મોબાઇલ ફોનના ટેકનિકલ વિશ્લેષણથી ઉપરોક્ત તમામ હકીકતોની પુષ્ટિ થઈ. પ્રકાશ સિંહ (34)ની સોમવારે સત્તાવાર ગુપ્તચર અધિનિયમ, 1923 હેઠળ કેસ નોંધાયા બાદ ધરપકડ કરવામાં આવી હતી.