મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની વ્યૂહરચના ગઈ નિષ્ફળ, જેનાથી સફળતા મળી તે જ દાવ છ મહીનામાં પડ્યા ઉંધા

મહારાષ્ટ્રમાં જનાદેશ સ્પષ્ટ થઇ ગયો છે કે, ભાજપની આગેવાની વાળી મહાયુતિની સરકાર બનવાની છે. જ્યારે મહાવિકાસ

મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની વ્યૂહરચના ગઈ નિષ્ફળ, જેનાથી સફળતા મળી તે જ દાવ છ મહીનામાં પડ્યા ઉંધા

મહારાષ્ટ્રમાં જનાદેશ સ્પષ્ટ થઇ ગયો છે કે, ભાજપની આગેવાની વાળી મહાયુતિની સરકાર બનવાની છે. જ્યારે મહાવિકાસ અધાડીનો રકાસ થયો  છે. આપરિણામોએ એક વાત તો સ્પષ્ટ કરી દીધીછે કે, મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધી અને તેની ટીમની વાતો કામ લાગી નથી. જે મુદ્દાઓના આધારે છ મહીના પહેલા ઇન્ડિયા ગઠબંધનને 48માંથી 30 બેઠકો પર જીત મળી હતી. આનો મતલબ એ થયો કે, છ  જ મહીનામાં મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીના દાવ ઉંધા પડી  ગયા.

વાસ્તવમાં રાહુલ ગાંધી પોતાની તમામ ચૂંટણી સભાઓમાં સંવિધાન ખતરામાં  હોવાની દુહાઇ  દેતા હતાં. આરક્ષણની મર્યાદા 50 ટકા કરતાં પણ વધારે આપવાની વાત તેમની સભાઓમાં કરતાં હતાં. આ ઉપરાંત જાતિ જનગણનાની વકિલાત કરતાં પણ જોવા મળ્યા હતાં. તેઓ એવી પણ દલીલ કરતાં હતાં કે, જેની સંખ્યા મોટી હોય એ સમુદાયની હિસ્સેદારી  હોવી જોઇએ. આના માટે જાતિ જનગણના કરાવીને અનામતની મર્યાદા 50 ટકાથી વધારવી જોઇએ એવી હિમાયત કરતાં હતાં. આ મુદ્દાઓ પરથી સ્પષ્ટ વાત છે કે, આ કાર્ડના સહારે તેઓ દલિત, આદિવાસી, ઓબીસી વર્ગને આકર્ષવાનો પ્રયાસ કરતાં હતાં.

મહારાષ્ટ્રના સામાજિક તાણાવાણા

મહારાષ્ટ્રમાં દલિતોની વસતિ લગભગ 12 ટકા છે. જ્યારે ઓબીસીની વસતિ 38 ટકા છે. આદિવાસી સમુદાયની વાત કરવામાં આવે તો તે 9 ટકા અને મરાઠા સમુદાય 28 ટકા છે. સંવિધાન બચાવવા અને  અનામતની મર્યાદા 50 ટકાથી આગળ વધારીને વધુ કરવાની વાત કહીને રાહુલે આ વર્ગોને પોતાના તરફ આકર્ષવાની કોશિશ કરી હતી. તેમણે મહારાષ્ટ્રમાં ચૂંટણી સભાઓમાં વારેવારે સંવિધાન, સમાનતા, એક વ્યક્તિ-એક વોટ, તમામ ધર્મ, જાતિ, રાજ્ય તથા ભાષા માટે સન્માનની વાતો કરી હતી. સંવિધાનમાં સાાવિત્રીબાઇ ફૂલે અને મહાત્મા ગાંધીનો અવાજ છે એવું પણ કહ્યું હતું. 

એપ્રિલ મે માસમાં થયેલી લોકસભાની ચૂંટણીઓમાં જ્યારે રાહુલ સંવિધાનની પ્રત લઇને ચૂંટણી સભાઓમાં એવું કહેતા હતાં કે, 400થી વધુ સીટો લાવીને ભાજપ સંવિધાન બદલવા માગે છે. અનામત ખતમ કરવા માગે છે. દલિતો અને અંત્યોદય વર્ગની અનામત ખતમ કરવા માગે  છે. તો લોકોએ એ વાતને ગંભારતાથી લીધી હતી અને ઇન્ડિયા ગઠબંધનને પૂરું સમર્થન આપ્યું હતું. પરંતુ એની  એ જ વાત મહારાષ્ટ્રરની ચૂંટણીઓમાં કરી તો રાજ્યના લોકોએ તેને ગંભીરતથી ન લીધી. એનો મતલબ એ થયો કે, જે લોકોના કારણે ઇન્ડિયા ગઠબંધનને 48માંથી 30 સીટો આપી હતી અને હવે એ લોકોએ મોં ફેરવી લીધું.

આ પણ વાંચો : શિંદે કે ફડણવીસ કોણ બનશે મુખ્યમંત્રી? મહારાષ્ટ્રમાં શરૂઆતના વલણમાં મહાયુતીને બહુમત બાદ ચર્ચા

લોકસભાની ચૂંટણીમાં કોને કેટલા મતો મળેલા

છ મહીના પહેલા યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 19.2 ટકા મત મળ્યા હતાં. જ્યારે સહયોગી શરદ પવારની એનસીપીને  10.27 ટકા, ઉદ્ધવની શિવસેનાને 16.52 ટકા એટલે કે એમવીએને 43.71 ટકા મત મળ્યા હતાં. તો બીજી તરફ ભાજપને 26.18 ટકા, અજીત પવારની એનસીપીને 3.60 ટકા, એકનાથ શિંદેની પાર્ટીને 12.95 ટકા મળીને કુલ 43 ટકા મત મળ્યા હતાં. આથી આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, લોકસભાની ચૂંટણીમાં જે સમુદાયે ઇન્ડિયા ગઠબંધનને માથે બેસાડ્યું હતું તેને જમીન પર લાવી દીધું છે.

આ સમાચાર શેર કરો