ગુજરાતમાં SIR મુદ્દે રાહુલ ગાંધીનો ગંભીર આક્ષેપ: "આ વહીવટી પ્રક્રિયા નહીં, પણ રણનીતિક વોટ ચોરી છે"

Rahul Gandhi on Gujarat SIR: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ કરીને ગુજરાતમાં ચાલી રહેલી SIR (Special Investment Region)ની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ પ્રક્રિયાને માત્ર પ્રશાસનિક નહીં પરંતુ 'સુનિયોજિત વોટ ચોરી' ગણાવી છે.
વોટ કાપવાનું ષડયંત્ર?
રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે ગુજરાતમાં એક ચોંકાવનારી પેટર્ન જોવા મળી છે, જેમાં એક જ નામથી હજારો વાંધા અરજીઓ કરવામાં આવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે જ્યાં ભાજપને હારવાની શક્યતા દેખાય છે, ત્યાં કોંગ્રેસ સમર્થકો અને ખાસ વર્ગના મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે.
બંધારણીય અધિકાર પર જોખમ
પોસ્ટમાં વધુમાં જણાવાયું છે કે SIR ને હવે 'એક વ્યક્તિ એક વોટ' ના બંધારણીય અધિકારને ખતમ કરવાના હથિયાર તરીકે વાપરવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીના મતે, ભાજપ હવે પોતે નક્કી કરવા માંગે છે કે સત્તામાં કોણ રહેશે, જે લોકશાહી માટે ખતરો છે. આ પોસ્ટ બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

