રાહુલ ગાંધી આજે બેંગ્લોર કોર્ટમાં થશે હાજર, કર્ણાટક ભાજપે લગાવ્યો છે માનહાનિનો આરોપ
ગયા વર્ષે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ દરમિયાન કોંગ્રેસે તત્કાલીન ભાજપ સરકાર પર 2019-2023ના

ગયા વર્ષે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ દરમિયાન કોંગ્રેસે તત્કાલીન ભાજપ સરકાર પર 2019-2023ના શાસન દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ કર્ણાટક ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમાર વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
કર્ણાટકમાં ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાઈ
કર્ણાટકમાં ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ દરમિયાન કોંગ્રેસે તત્કાલીન ભાજપ સરકાર પર 2019-2023ના શાસન દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ કર્ણાટક ભાજપે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
'કરપ્શન રેટ કાર્ડ' પણ પ્રકાશિત કર્યું
આરોપ છે કે કોંગ્રેસના આ નેતાઓએ તત્કાલિન મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ સહિત ભાજપના નેતાઓ વિરુદ્ધ અગ્રણી અખબારોમાં ખોટી જાહેરાતો આપી હતી. કોંગ્રેસે તમામ જાહેર કામોમાં 40 ટકા કમિશન લેવામાં આવે છે તેવો આક્ષેપ કરીને 'કરપ્શન રેટ કાર્ડ' પણ પ્રકાશિત કર્યું હતું.
રાહુલ ગાંધીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર એક અપમાનજનક જાહેરાત પણ પોસ્ટ કરી હતી. વિશેષ અદાલતે આ કેસમાં સિદ્ધારમૈયા અને શિવકુમારને 1 જૂનના રોજ જામીન આપ્યા હતા.






