મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાહુલ ગાંધીએ કહ્યું ‘વડાપ્રધાન મોદી સ્ટેજ પર રડી શકે છે, તેઓ ડરી ગયા છે’

રાહુલ ગાંધીએ કહ્યું, 'તમે વડાપ્રધાનનું ભાષણ સાંભળ્યું છે. તે ડરી ગયો છે. શક્ય છે કે તે સ્ટેજ પર આ

રાહુલ ગાંધીએ કહ્યું ‘વડાપ્રધાન મોદી સ્ટેજ પર રડી શકે છે, તેઓ ડરી ગયા છે’

રાહુલ ગાંધીએ કહ્યું, 'તમે વડાપ્રધાનનું ભાષણ સાંભળ્યું છે. તે ડરી ગયો છે. શક્ય છે કે તે સ્ટેજ પર આંસુ વહેવડાવવાનું શરૂ કરી દે.’

પીએમ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે, કોઈ દિવસ તેઓ સ્ટેજ પર આંસુ પણ વહાવી શકે છે. કર્ણાટકના વિજયપુરામાં એક રેલીને સંબોધત રાહુલ ગાંધીએ કહ્યું, 'તમે વડાપ્રધાનનું ભાષણ સાંભળ્યું છે. તે ડરી ગયો છે. તે સ્ટેજ પર આંસુ વહેવડાવી શકે છે.' તેમની તાજેતરની રેલીઓમાં, વડાપ્રધાન મોદીએ 'મંગલસૂત્ર', 'સંપત્તિ પુનઃવિતરણ' અને 'વારસાઇ ટેક્સ' જેવા આક્ષેપો સાથે કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર અનેક રીતે લોકોનું ધ્યાન ભટકાવવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે કહ્યું, 'મોદી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરે છે. ક્યારેક તે ચીન અને પાકિસ્તાનની વાત કરે છે, ક્યારેક તે તમને થાળી વગાડવાનું કહેશે તો ક્યારેક તમારા મોબાઈલની ટોર્ચ લાઇટ ચાલુ કરવાનું કહેશે.’ રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં ગરીબી, બેરોજગારી અને મોંઘવારી સહિતના ચાર મહત્વના મુદ્દા છે. તેમણે દાવો કર્યો હતો કે માત્ર કોંગ્રેસ જ બેરોજગારીને ખતમ કરી શકે છે, મોંઘવારી પર અંકુશ લાવી શકે છે અને લોકોને તેમનો યોગ્ય હિસ્સો આપી શકે છે. ગાંધીએ કહ્યું, 'મોદીએ માત્ર ગરીબોના પૈસા લૂંટ્યા છે. તેઓએ માત્ર થોડા લોકોને જ અબજોપતિ બનાવ્યા છે. દેશમાં લગભગ 22 લોકો એવા છે જેમની સંપત્તિ દેશના 70 કરોડ લોકોની સંપત્તિ જેટલી છે.’

રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશની 40 ટકા સંપત્તિ પર માત્ર 1 ટકા લોકો જ કંટ્રોલ કરે છે. તેમણે કહ્યું કે વર્તમાન સ્થિતિમાં દલિતો, અન્ય પછાત વર્ગના લોકો, લઘુમતીઓ અને સામાન્ય વર્ગના ગરીબ લોકો માટે કોઈ અવકાશ નથી. તેમણે કહ્યું, 'હું મારી વાત માત્ર એક વાક્યમાં તમને સ્પષ્ટ કરીશ. મોદીએ આ અબજોપતિઓને જે સંપત્તિ આપી છે, તે પૈસા અમે દેશના ગરીબ લોકોને આપવાના છીએ.’

ગાંધીએ કહ્યું, 'નરેન્દ્ર મોદીએ ભારતના યુવાનો પાસેથી સેનાની નોકરીઓ છીનવી લીધી. તેઓ અગ્નિવીર યોજના લાવ્યા, જે ભારતીય સેના અને સૈનિકોનું અપમાન છે. અમે તેને ખતમ કરીશું.' કોંગ્રેસ સાંસદે પીએમ મોદી પર ખામીયુક્ત GST સિસ્ટમ લાગુ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે આ લોકસભા ચૂંટણી સામાન્ય નથી. તેમણે કહ્યું, 'આ પહેલા જેવી ચૂંટણીઓ નથી. કારણ કે ભારતના ઈતિહાસમાં પહેલીવાર કોઈ પક્ષ અને વ્યક્તિ બંધારણ અને લોકશાહીને ખતમ કરવા માંગે છે.’

આ સમાચાર શેર કરો