મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'દેશમાં ચુપ, વિદેશમાં પૂછો તો વ્યક્તિગત બાબત', અમેરિકામાં અદાણીના PM મોદીના નિવેદન પર રાહુલ ગાંધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

'દેશમાં ચુપ, વિદેશમાં પૂછો તો વ્યક્તિગત બાબત', અમેરિકામાં અદાણીના PM મોદીના નિવેદન પર રાહુલ ગાંધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન એક પત્રકારે ગૌતમ અદાણીને લઇને સવાલ પૂછ્યો હતો. સવાલનો જવાબ આપતા PM મોદીએ કહ્યું હતું કે બે દેશના નેતા વ્યક્તિગત મુદ્દા પર કોઇ વાત કરતા નથી. PM મોદીના આ નિવેદન પર રાહુલ ગાંધીએ નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમેરિકામાં મોદીજીએ અદાણીના ભ્રષ્ટાચાર પર પરદો નાખી દીધો છે.

રાહુલ ગાંધીએ PM મોદી પર કર્યા પ્રહાર

PM મોદી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યુ, "દેશમાં સવાલ પૂછો તો ચુપ, વિદેશમાં પૂછો તો વ્યક્તિગત બાબત! અમેરિકામાં પણ મોદીજીએ અદાણીના ભ્રષ્ટાચાર પર પરદો નાકી દીધો! જ્યારે મિત્રના ખિસ્સા ભરવા મોદીજી માટે 'રાષ્ટ્ર નિર્માણ' છે ત્યારે લાંચ અને દેશની સંપત્તિને લૂંટવી વ્યક્તિગત બાબત બની જાય છે.

PM મોદીએ અદાણીના સવાલ પર શું કહ્યું?

અમેરિકા પ્રવાસ દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સમાં PM મોદીને અદાણીને લઇને સવાલ પૂછવામાં આવ્યો હતો. શું યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામેના કેસની ચર્ચા થઈ હતી? આ સવાલના જવાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "ભારત એક લોકશાહી દેશ છે અને આપણી સંસ્કૃતિ 'વસુધૈવ કુટુંબકમ'ની છે, આપણે આખા વિશ્વને એક પરિવાર માનીએ છીએ. હું દરેક ભારતીયને મારો માનું છું. આવા અંગત બાબતો માટે, બે દેશોના વડાઓ ન તો મળે છે, ન બેસે છે કે ન તો વાત કરે છે."

અદાણી પર શું આરોપ લાગ્યો હતો?

જો બાઇડનના કાર્યકાળમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે અદાણી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. આરોપ હતો કે અદાણીએ સોલર પાવર કોન્ટ્રાક્ટ્સમાં ફાયદો મેળવવા માટે ભારતીય અધિકારીઓને 250 મિલિયન ડૉલર (આશરે 2100 કરોડ રૂપિયા)ની લાંચ આપી હતી.

આ સમાચાર શેર કરો