VIDEO: ''રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓની ત્રણ કેટેગરી બતાવીને દેશના યુવાનોનું અપમાન કર્યું' ; ભાજપે પત્રકાર પરિષદમાં કર્યા પ્રહાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પહેલા ભારતીય જનતા પાર્ટીએ પત્રકાર પરિષદ યોજીને તેમના તમામ આરોપો પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર સંસદમાં જૂઠ્ઠાણું ફેલાવવાનો અને માત્ર સનસની ફેલાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીનું નામ વટાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, 'દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કોઈ ગોળીઓ ચલાવવામાં આવી નથી, અને ન તો કોઈએ આવો આદેશ આપ્યો હતો. રાહુલ ગાંધી જૂઠનો પ્રચાર કરી રહ્યા છે.' કટાક્ષ કરતા ભાજપે કહ્યું કે, રાહુલ ગાંધીની જેમ કેન્દ્રીય ગૃહમંત્રી ક્યારેય વિદેશ ભાગી જતા નથી.
રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓનું અપમાન કર્યુઃભાજપ
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા, સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર વિદ્યાર્થીઓનું અપમાન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, 'રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓની ત્રણ કેટેગરી બતાવીને દેશના યુવાનોનું અપમાન કર્યું છે. વિદ્યાર્થીઓ કોઈ 'ઈડિયટ' કે 'અંધભક્ત' નથી.'
રાહુલ ગાંધીના સંસદમાં આપેલા નિવેદન બાદ ભાજપના આ પલટવારથી રાજકીય ગરમાવો વધી ગયો છે.

