મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાહુલ ગાંધીએ પત્ર લખી આમંત્રણ સ્વીકાર્યું, કહ્યું ‘દેશને આશા છે કે પીએમ મોદી આ ડિબેટમાં ભાગ લેશે’

ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જાહેર ડિબેટમાં ભાગ લેવા માટે

રાહુલ ગાંધીએ પત્ર લખી આમંત્રણ સ્વીકાર્યું, કહ્યું ‘દેશને આશા છે કે પીએમ મોદી આ ડિબેટમાં ભાગ લેશે’

ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જાહેર ડિબેટમાં ભાગ લેવા માટે સો ટકા તૈયાર છે. તેના એક દિવસ પછી, કોંગ્રેસ નેતાએ પત્રકાર એન રામ, ભૂતપૂર્વ ન્યાયાધીશ મદન બી લોકુર દ્વારા મોકલવામાં આવેલા આમંત્રણનો લેખિત પત્ર દ્વારા જવાબ આપ્યો છે જેની અજિત.પી.શાહે પુષ્ટિ કરી છે.

ન્યાયાધીશ (નિવૃત્ત) મદન બી લોકુર, ન્યાયાધીશ (નિવૃત્ત) અજીત પી શાહ અને એન રામને લખેલા પત્રમાં તેમનો આભાર વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ સ્વીકાર્યું હતું કે "આ પ્રકારની ડિબેટ લોકોને અમારા વિઝનને સમજવામાં મદદ કરશે અને એક સૂચિત વિકલ્પ પસંદ કરી શકશે"

રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું છે કે, "અમને જણાવો કે શું વડાપ્રધાન ભાગ લેવા માટે સંમત થાય છે? જે બાદ અમે ડિબેટની વિગતો અને ફોર્મેટ પર ચર્ચા કરી શકીએ." જો આવી કોઈ ડિબેટ થશે તો રાહુલ ગાંધી કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે તેમાં ભાગ લેશે.

શુક્રવારે લખનૌમાં એક સભામાં રાહુલ ગાંધીને જાહેર ડિબેટ પર તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો. તેમને કહ્યું કે ‘તેઓ તૈયાર છે પરંતુ તેઓ જાણે છે કે નરેન્દ્ર મોદી તેમની સાથે ડિબેટ નહીં કરે.’

ગુરુવારે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને ખુલ્લી ચર્ચા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, જ્યાં તેઓ એકબીજાના આરોપોનો જવાબ આપશે. આમંત્રણમાં કહેવામાં આવ્યું છે કે જનતાએ બંને પક્ષો તરફથી માત્ર આક્ષેપો અને પડકારો સાંભળ્યા છે પરંતુ કોઈ અર્થપૂર્ણ જવાબ આપ્યો નથી.

પત્ર સાથેની ટ્વીટમાં રાહુલ ગાંધીએ લખ્યું કે “મુખ્ય પક્ષો માટે સ્વસ્થ લોકશાહી માટે એક મંચ પરથી દેશ સમક્ષ તેમનું વિઝન રજૂ કરવું એ એક સકારાત્મક પહેલ હશે.

“કોંગ્રેસ આ પહેલને આવકારે છે અને ચર્ચા માટેનું આમંત્રણ સ્વીકારે છે.

"દેશને પણ આશા છે કે વડાપ્રધાન આ સંવાદમાં ભાગ લેશે."

આ સમાચાર શેર કરો