Video: બેંગલુરુમાં પ્રતિબંધોનો વિરોધ

કર્ણાટકના બેંગલુરુમાં પ્રગતિશીલ અને ડાબેરી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરમાં વિરોધ પ્રદર્શન માટેના સ્થળો પર લગાવવામાં આવેલા નિયંત્રણો સામે સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી હતી. સરકાર દ્વારા માત્ર ફ્રીડમ પાર્ક ખાતે જ વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપતા આદેશનો વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ આ આદેશ પાછો ખેંચવાની માંગ કરી હતી. વિવિધ સંગઠનોના કાર્યકરો એકત્ર થઈને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
જાહેરાત













