'રાહુલ ગાંધીએ જલદી લગ્ન કરી લેવા જોઈએ', પીએમ બનવાના સવાલનો પ્રિયંકાએ આપ્યો આ જવાબ
રાહુલ ગાંધી લગ્ન ક્યારે કરશે? કોંગ્રેસ પાર્ટીથી લઈને દેશના રાજકીય વર્તુળો અને સામાન્ય

રાહુલ ગાંધી લગ્ન ક્યારે કરશે? કોંગ્રેસ પાર્ટીથી લઈને દેશના રાજકીય વર્તુળો અને સામાન્ય લોકોમાં આ સવાલનો જવાબ ઈચ્છતા હોય છે. હાલમાં જ રાયબરેલીમાં એક રેલી દરમિયાન ભીડે રાહુલ ગાંધીને તેમના લગ્ન વિશે સવાલ પૂછ્યો તો તેમણે હસીને કહ્યું હતું કે, લાગે છે કે હવે જલ્દી લગ્ન કરવા પડશે.
રાહુલ ગાંધીના લગ્નને લઈને તેમની બહેન પ્રિયંકા ગાંધીએ લેટેસ્ટ નિવેદન આપ્યું છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે પ્રિયંકાને રાહુલના પીએમ બનવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું કે તે INDIA ગઠબંધને નક્કી કરવાનું છે. આ પછી તેમણે કહ્યું કે હું મારા ભાઈને ખુશ જોવા માંગુ છું.
પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'હું રાહુલને ખુશ જોવા માંગુ છું. હું ઈચ્છું છું કે તે જલ્દી લગ્ન કરે અને તેના બાળકો હોય.
લગ્ન અંગે રાહુલનું વલણ
ગયા સોમવારે રાહુલ ગાંધી રાયબરેલીથી લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા. જ્યાં તેમની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ હતી. પ્રિયંકા જ્યારે રેલીને સંબોધિત કરી રહી હતી ત્યારે ભીડમાંથી એક જ પ્રશ્ન વારંવાર દોહરાવી રહ્યા હતા કે, રાહુલ લગ્ન ક્યારે કરશે? આ સવાલનો જવાબ આપવા માટે પ્રિયંકાએ રાહુલને આગળ કર્યો. આ પછી જન સમુદાયને સંબોધતા રાહુલ ગાંધીએ હસતાં હસતાં કહ્યું, 'હવે જલ્દી કરવું પડશે.'






