મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'ભાજપના શાસનમાં 1 લાખ ખેડૂતોએ કરી આત્મહત્યા', પ્રિયંકા ગાંધીએ કહ્યું- જો કોંગ્રેસની સરકાર બની તો...

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ખેડૂતો મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું ક

'ભાજપના શાસનમાં 1 લાખ ખેડૂતોએ કરી આત્મહત્યા', પ્રિયંકા ગાંધીએ કહ્યું- જો કોંગ્રેસની સરકાર બની તો...

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ખેડૂતો મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ભાજપાના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં 1 લાખથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ખેડૂતોની આવક બેવડાવાની વાતો તો દૂર રહી ટેકાના ભાવ પણ આપવામાં આવતા નથી. જો કોંગ્રેસની સરકાર બનશે તો માત્ર એમએસપીની ગેરંટી જ નહીં પરંતુ ખેડૂતોનું દેવું પણ માફ કરવામાં આવશે. 

દેશમાં લોકસભાની ચૂંટણી દરમિયાન દરેક રાજકીય પાર્ટીઓ પોતપોતાના ચૂંટણીઢંઢેરામાં ખેડૂતો માટે અનેક વાયદાઓ કરી રહી છે. એવો જ વાયદો કોંગ્રેસ કર્યો છે. જેમાં તે ખેડૂતોને ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી આપશે. જણાવી દઈએ કે પંજાબ હરિયાણા બોર્ડર પર પ્રદર્શન કરનારા ખેડૂતોની આ જ માંગ હતી. તે સરકારને સતત કહી રહ્યા છે કે તેમના પાકને ટેકાના ભાવની ગેરંટી આપવામાં આવે. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, ભાજપે ખેડૂતોનું દેવું માફ કર્યું નથી. પરંતુ ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયા માફ થયા છે. તેમણે ટ્વિટર પર કહ્યું કે, આજે દેશમાં દરરોજ 30 ખેડૂતોના મોત થઈ રહ્યા છે. ભાજપ રાજમાં 1 લાખથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. ખેતીમાં વપરાતી જરૂરી વસ્તુઓ અને સંસાધનો પર જીએસટી વસૂલવામાં આવી રહ્યો છે. 

કોંગ્રેસ મહાસચિવે આરોપ લગાવ્યો કે, 10 વર્ષમાં ખેડૂતોને ન તો એમએસપી મળી, ન તો આવક ડબલ થઈ. દેવામાં ડૂબેલા ખેડૂતોનો એકપણ રૂપિયો માફ થયો નથી. પરંતુ ગણતરીના ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા.

કોંગ્રેસે ખેડૂતોને કયા વચનો આપ્યા?

દેશના અન્ન પ્રદાતાઓને વચન આપતાં પ્રિયંકાએ કહ્યું કે, "કોંગ્રેસ સરકારમાં ખેડૂતોની લોન માફ કરવામાં આવશે. કૃષિ સાધનો GST ફ્રી હશે. MSPની કાયદાકીય ગેરંટી હશે. પાકના નુકસાન અંગે 30 દિવસમાં વળતર આપવામાં આવશે. નવી આયાત-નિકાસ નીતિ બનાવવામાં આવશે." અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું, "કોંગ્રેસ સરકારે ખેડૂતોની 72,000 કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી હતી. કોંગ્રેસ ફરીથી આવશે. તે MSP, લોન માફી અને સારી આવકની ગેરંટી સાથે સમૃદ્ધિ લાવશે."

આ સમાચાર શેર કરો