મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહાત્મા ગાંધીની 77મી પુષ્ણતિથિ: રાષ્ટ્રપતિ-PM મોદીએ રાજઘાટ જઇને આપી શ્રદ્ધાંજલિ

President And PM Modi pays homage to mahatma Gandhi at rajghat on his death anniversary | રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 77મી પુષ્ણતિથિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપ

મહાત્મા ગાંધીની 77મી પુષ્ણતિથિ: રાષ્ટ્રપતિ-PM મોદીએ રાજઘાટ જઇને આપી શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 77મી પુષ્ણતિથિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને PM મોદી સહિતના તમામ મોટા નેતાઓએ રાજઘાટ જઇને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ રાજઘાટ જઇને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ રાજઘાટ જઇને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પહેલા PM મોદીએ સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યુ- 'પૂજ્ય બાપુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ, તેમના આદર્શ અમને એક વિકસિત ભારત બનાવવા માટે પ્રેરિત કરે છે. હું દેશ માટે શહીદ થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરૂ છું અને તેમની સેવા અને બલિદાનને યાદ કરૂ છું.'

રાહુલ ગાંધીએ લખ્યુ- ગાંધીજી માત્ર એક વ્યક્તિ નહીં, તે ભારતની આત્મા છે અને દરેક ભારતીયમાં આજે પણ જીવિત છે.

ખડગેએ લખ્યુ-બાપુને શ્રદ્ધાંજલિ, તે આપણા રાષ્ટ્રના માર્ગદર્શક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ X પર લખ્યુ- શહીદ દિવસ પર આપણે બાપુને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. તે આપણા રાષ્ટ્રના માર્ગદર્શક રહ્યાં છે. સત્ય, અહિંસા અને સર્વધર્મ સમભાવના તેમના વિચાર આપણા માર્ગને પ્રકાશિત કરતા રહે છે. આપણે તે લોકો વિરૂદ્ધ લડવા માટે પ્રતિબદ્ધ હોવા જોઇએ જે સમાનતા અને તમામના ઉત્થાનના તેમના આદર્શોને નષ્ટ કરવા માંગે છે. આવો આપણે ભારતની વિવિધતામાં એકતાની રક્ષા કરીએ અને તમામ માટે ન્યાય અને સમાનતા સુનિશ્ચિત કરીએ.

આ સમાચાર શેર કરો