મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે શપથ સમારોહ! જો સમીકરણો સેટ ના થયા તો લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન
મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોના વલણમાં મહાયુતિ સરકાર બનાવવા જઈ રહી છે. ત્યારે ભાજપના નેતા દેવેન્દ્ર ફ

મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોના વલણમાં મહાયુતિ સરકાર બનાવવા જઈ રહી છે. ત્યારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવિશે જણાવ્યું કે, રવિવારે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવશે. 25 નવેમ્બરે જ ભાજપ દળના નેતા ચૂંટવામાં આવશે અને 26મી તારીખે નવી સરકાર બનાવવામાં આવશે. અર્થાત શપથ ગ્રહણ સમારોહ 26મી નવેમ્બરે યોજાશે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં સૌથી વધુ સીટો પર ભાજપે પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં મહાયુતિની લીડ પરંતુ શીંદે-પવારની ચિંતા વધી, કપાઈ શકે છે પદ!
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને બમ્પર જીત મળી ગઈ છે. એવામાં શિવસેનાએ ફરીથી શિંદેને જ CM બનાવવાની માંગ કરી છે. શિવસેના સાંસદ નરેશ મ્હસ્કેએ માંગ કરી છે, કે 'હું શિવસેના કાર્યકર્તા છું અને હું ઈચ્છું છું કે શિંદે જ ફરી રાજ્યની સત્તા સંભાળે.' આજે પરિણામો સ્પષ્ટ થયા બાદ આવતી કાલે જ ચૂંટાયેલા નેતાઓની મીટિંગમાં સીએમનો ચહેરો કોણ હશે તે નક્કી કરી રાજ્યપાલને નવી સરકાર રચવા આવેદન અપાશે. જો સીએમ પદની ખુરશી માટે મહાયુતિમાં ખેંચાતાણ સર્જાણી તો વિધાયક દળના નેતા નક્કી નહીં થઈ શકે. જો આવું થયું તો હાલની સરકારનો કાર્યકાળ પૂરો થતો હોઈ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાગુ પડી શકે છે.
મહારાષ્ટ્રમાં શિવસેના નેતા શિંદે મુખ્યમંત્રી પદનો ચહેરો માનવામાં આવે છે પરંતુ ભાજપ પોતાના મુખ્યમંત્રી બનાવવા ઈચ્છે છે. ભાજપના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ફડણવીસનું નામ મોખરે છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ભાજપ જો પોતાની પાસે મુખ્યમંત્રી પદ રાખવા માંગશે તો શિંદેને ડે. સીએમ પદ મળી શકે છે.
જણાવી દઈએ કે હાલની સરકારનો કાર્યકાળ 26મી નવેમ્બરે પૂરો થાય છે. જો આ પહેલા સરકાર રચવામાં નહીં આવે તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાગુ પડી શકે છે.






